સાયબર ક્રાઈમે ધરપકડ કરી:અમેરિકન નાગરિકોને લોનના નામે ઠગતા બે ઝડપાયા, વોલમાર્ટ અને ગૂગલ પેના વાઉચર લેવડાવી છેતરતા હતાં

અમદાવાદમાં22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં વિદેશી નાગરીકોને લોનના નામે છેતરતાં કોલ સેન્ટર ફરીથી શરૂ થઈ ગયાં છે. અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે વિદેશી નાગરીકોનો ડેટા મેળવીને કોલ કરી લોનની લાલચ આપીને ઠગાઈ કરતાં બે આરોપીઓની ધરપકડ કરી છે. લોનની રકમ ક્રેડીટ સ્કોર ઓછો હોવાથી તમારા ખાતામાં જમા નથી થતી તેમ કહી કસ્ટમરને તેઓની કંપની સાથે મ્યુચ્યુઅલ ટ્રાન્ઝેકશન કરવું પડશે તેમ જણાવતા હતા. આ ટ્રાન્ઝેકશન પેટે ગ્રાહકો પાસેથી આરોપીઓ વોલમાર્ટ, ઈ-બે કાર્ડ કે ગુગપ પ્લે વાઉચર લેવડાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હતા. સાયબર ક્રાઇમે જુહાપુરાની અહદ રેસીડન્સીમાં ગુરૂવારે બપોરે રેડ કરતા પોલીસને કોલસેન્ટર ચાલતુ હોવાની વિગતો મળી હતી.

ઝૂમ એપની મદદથી અમેરિકાના નંબરથી કોલ કરતા
પોલીસે મકાનમાં હાજર જહીર અબ્બાસ નજીરહુસેન શેખ અને સમીરબેગ રસીદબેગ મોગલની પૂછપરછ શરૂ કરીને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની તપાસ કરી હતી.આરોપીઓ અમેરીકન નાગરીકોના ડેટા મેળવીને તેઓને ઝૂમ એપની મદદથી અમેરિકાના નંબરથી કોલ કરતા હતા. વન મેઈન ફાઈનાન્સ કંપનીમાંથી કસ્ટમરને લોન આપવાનું કહી આરોપીઓ કહેતા કે, તમારા ખાતામાં લોનના પૈસા ડિપોઝીટ થતા નથી. તમારો ક્રેડીટ સ્કોર ઓછો હોવાથી આવું થતું હોવાથી તમારે અમારી કંપની સાથે મ્યુચ્યુઅલ ટ્રાન્ઝેકશન કરવું પડશે. ટ્રાન્ઝેકશન થવાથી તમારા ખાતામાં લોનની રકમ જમા થશે તેની સાથે તમારો ક્રેડીટ સ્કોર 700 ઉપર થઈ જશે તેવી ખાતરી ગ્રાહકોને આરોપી આપતા હતા.

કેપિટલ કેરના નામે બોગસ કોલ સેન્ટર ચાલતુ
પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી પેમેન્ટ વાઉચરના ટ્રાન્ઝેકશનો, સોશિયલ મીડિયા ચેટ તેમજ બનાવટી લોન એપ્રુવલ લેટર મળ્યા હતા. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો સમીરબેગમ ગિફ્ટ વાઉચરો કે પેમેન્ટ વાઉચર હયાઝ નામના શખ્સને મોકલી આપતા હતા. હયાઝ આ રકમ આંગડીયા મારફતે સમીરબેગને મોકલતો હતો. સમીરબેગ અને જહીરઅબ્બાસ બંને વિદેશી નાગરીકો સાથે સેમ અને રોઝર નામથી કોલ કરી વાત કરતા હતા. સ્પેક્ટ્રમ ટેલીકોમ કંપનીની ઓળખ આપી ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલ માત્ર 76 ડોલરમાં આપી છેતરપિંડી આચરતો ઝડપાયો સાયબર ક્રાઇમ પકડેલા આરોપીનું નામ દિલીપ રામ દયાલ ચૌધરી છે.આરોપી દિલીપ ટાઇટનિયમ હાઇટ્સમાં 114 નંબરની ઓફિસ ધરાવી કેપિટલ કેરના નામે બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. જેમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો.

12 ચેકબુક અને 31 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબ્જે કર્યા
આરોપી કોઈપણ પ્રકારના ટેક્સ વિના માત્ર 76 ડોલરમાં ફાઇબર ઓપ્ટિકલ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ આપવાના બહાને છેતરપિંડી આચારતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી દિલીપ ચૌધરીની ઓફિસમાં રેડ કરી તેની પાસેથી એક લેપટોપ, એક કોમ્પ્યુટર, છ મોબાઇલ, એક મેજિક જેક ડિવાઇસ, બે હાર્ડ ડિસ્ક, પાંચ પીઓએસ મશીન, નવ સીમકાર્ડ, અલગ અલગ બેંકોની 12 ચેકબુક અને 31 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબ્જે કર્યા છે. સાથે જ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે, અમેરિકન નાગરિકો પાસેથી મેળવેલા રૂપિયા હવાલા તેમજ બીટકોઈન મારફતે મેળવતો હતો. આરોપી દિલીપની તપાસ કરતાં વર્ષ 2014માં નવરંગપુરા પોલીસે છેતરપિંડી અને કોલ સેન્ટરના ગુનામાં તેની ધરપકડ કરી હતી અને તે હિસ્ટ્રી સિટર હોવાનું પણ સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...