તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Two Cases Of Candida Fungus Have Now Been Reported After Black And White Fungus; No Jaw Or Eye Removal Is Required To Treat This Disease

વધુ એક નવી બીમારી:બ્લેક અને વ્હાઈટ ફંગસ પછી હવે કેન્ડિડા ફંગસના બે કેસ નોંધાયા; આ રોગની સારવાર માટે જડબાં કે આંખ કાઢવા પડતા નથી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્ડિડા ફંગલ ઇન્ફેક્શનની ફાઇલ તસવીર - Divya Bhaskar
કેન્ડિડા ફંગલ ઇન્ફેક્શનની ફાઇલ તસવીર

શહેરમાં બ્લેક અને વ્હાઇટ ફંગસની સાથે હવે કેન્ડિડા ફંગસના સોલા સિવિલમાં 2 કેસ નોંધાયા છે. કેન્ડિડા ફંગસના દર્દીને એમ્ફોટિરીસીન-બી ઇન્જેક્શન આપવા પડતાં નથી, અને સર્જરી બાદ દર્દી દવાથી સાજો થઇ શકે છે.

વરસાદ શરૂ થતા કેસમાં વધારો
સોલા સિવિલના ઇએન્ડટી વિભાગના વડા ડો. નીના ભાલોડિયા જણાવે છે કે, હોસ્પિટલમાં 79 દર્દીમાં બ્લેક, વ્હાઇટ અને કેન્ડિડા એમ ત્રણ પ્રકારની ફંગસ જોવા મળી છે. જેમાં સૌથી વધુ 90 ટકા(73) કેસ બ્લેક ફંગસના છે, બાકીના 10 ટકા કેસમાં 4 વ્હાઇટ ફંગસ અને 2 કેન્ડિડા ફંગસના છે. કેન્ડિડા ફંગસના દર્દીને એમ્ફોટિસિરીન-બીના ઇન્જેક્શન આપવા પડતાં નથી, સર્જરીમાં આંખ કાઢવી પડતી નથી, સર્જરી બાદ દર્દી એન્ટી ફંગલ દવાથી સાજો થતો હોવાથી વ્હાઇટ અને બ્લેક ફંગસ જેટલી ઘાતક નથી. સિવિલના ઇએન્ડટી વિભાગના ડો. બેલાબેન પ્રજાપતિ જણાવે છે કે, મ્યુુકર માઈકોસિસના એક જ દર્દીમાં બ્લેકની સાથે વ્હાઇટ ફંગસ પણ જોવા મળી રહી છે. તેમજ વરસાદ શરૂ થતાં કેન્ડિડા ફંગસના કેસ પણ નોંધાઇ શકે છે.

કેન્ડિડા ફંગસ નાક, કાનમાં થાય છે
ફુગની 40થી 1040 જેટલી પ્રજાતિ હોય છે, કાનમાં પાણી જાય તો ફૂગ થઇ શકે છે, હાલમાં કોવિડને લીધે મ્યુકર, એસ્પરજીલસ ફંગસના કેસ સૌથી વધુ જોવા મળે છે. મ્યુકર અને એસ્પરજીલસ ફૂગની જેમ કેન્ડિડા ફૂગ પણ નાક, કાન અને આંખની આજુબાજુ જોવા મળે છે. જેમાં દર્દીનો નાક, આંખ કે સાયનસનો સંપૂર્ણ ભાગને બદલે ફુગગ્રસ્ત ભાગ જ કાઢવો પડે છે, તેમજ સર્જરી બાદ દર્દી એન્ટિ ફંગલ દવાથી સાજો થાય છે.

85 દિવસ પછી કોરોનાના કેસ 150થી નીચે
શહેરમાં આખરે 85 દિવસ બાદ કોરોના કેસોની સંખ્યા 150થી નીચે પહોંચી છે. નવા 142 કેસ નોંધાવા સાથે 4 દર્દીના મૃત્યુ થયા છે. 423 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. શહેરમાં આજે પણ 3276 એક્ટિવ કેસ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 6229 બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...