બેદરકારી:ટ્રાફિક અવેરનેસ માટેની બે બસ RTOમાં ધૂળ ખાય છે, સરકારે 30 લાખની કિંમતની 2 બસ આપી હતી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે ટ્રાફિક અવેરનેસ માટે મુખ્ય શહેરોની આરટીઓને એલઇડી સહિતની સુવિધા સાથે મિનીબસ આપી હતી. પરંતુ કોરોનાના બહાના હેઠળ મિનીબસોને પાર્કિંગમાં મૂકી દેવાઇ છે. સુભાષબ્રિજ આરટીઓમાં અંદાજે 30 લાખની કિંમતની બે મિનીબસ પાર્કિંગમાં ધૂળ ખાય છે.

પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, સરકાર દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે આવા મોંઘા વાહનો આપી રોડ સેફટી વિભાગ દ્વારા કોઇ રિપોર્ટ મેળવવામાં આવતો નથી. અધિકારીઓ આરટીઓની મુલાકાત પણ લેતા નથી. આરટીઓમાં બસ ચલાવવા માટે હાલ ડ્રાઇવરની ભરતી કરવાની બાકી છે.

ડીઇઓ કચેરીનો અભિપ્રાય માગ્યો છે
ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા અરજદારોને ટ્રાફિક એજ્યુકેશન અપાય છે. એલઇડી પર ટ્રાફિક અવેરનેસની જાણકારી અપાય છે. સ્કૂલોમાં ટ્રાફિક એજ્યુકેશન માટે ડીઇઓ કચેરીનો અભિપ્રાય મગાયો છે. - આર.એસ. દેસાઈ, આરટીઓ સુભાષબ્રિજ

અન્ય સમાચારો પણ છે...