તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઠિયા ઝડપાયા:વસ્ત્રાપુરમાં કપડાંનાં શોરૂમમાં ગ્રાહક સુરક્ષા અધિકારીના નામે તોડ કરનારા બે પકડાયા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બ્રાન્ડની ફરિયાદ મળી હોવાનું કહીને કપડાંની ખરીદીનાં બિલ માગ્યાં હતાં
 • પત્રકાર તરીકે પણ ઓળખ આપી દુકાનમાં ઘૂસી ફોટો પાડી રોફ જમાવતા હતા

વસ્ત્રાપુરમાં કપડાંના શો-રૂમોમાં ગ્રાહક સુરક્ષા ખાતાના ફિલ્ડ ઓફિસર તરીકે ઓળખ આપી તોડ કરવા ગયેલા 6 પૈકી 2 ગઠિયા પકડાયા હતા. તેઓ પત્રકાર તરીકે પણ ઓળખ આપી દુકાનમાં ઘૂસતાંની સાથે વીડિયોગ્રાફી કરી લેતા હતા. બ્રાન્ડની રેડ પાડવા આવ્યા હોવાનું કહી ખરીદીનાં બિલો માગતા વેપારીના શંકા જતા તેણે પોલીસને ફોન કરતા 6માંથી 4 ભાગી ગયા જ્યારે 2 પકડાયા હતા.

થલતેજના શગુન ક્લાસિકમાં રહેતા રાજેન્દ્રસિંગ રાજપુરોહિત લાડ સોસાયટી રોડ પર માફિયા નામનો શોરૂમ ધરાવે છે. સોમવારે તે કામથી બહાર ગયા ત્યારે મેનેજર સુદર્શન રાજપુરોહિતે તેમને ફોન કરીને કહ્યું કે, આપણા શો રૂમમાં સિવિલ ડ્રેસમાં આવેલા 6 માણસો પોતે ગ્રાહક સુરક્ષાના ફિલ્ડ ઓફિસર હોવાનું જણાવી, બ્રાન્ડની રેડ પાડવા આવ્યા હોવાનું કહી કપડાંની ખરીદીનાં બિલ માગે છે.

આથી થોડીવારમાં રાજેન્દ્રસિંગ દુકાનમાં આવીને બેસી ગયા હતા, જ્યારે તે માણસો દુકાનની જુદી જુદી પ્રોડક્ટની વીડિયો-ફોટોગ્રાફી કરી રહ્યા હતા. તેમની વાતો પરથી રાજેન્દ્રસિંગને શંકા જતા તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં થોડી જ વારમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ગાડી આવી હતી, જેને જોઈને શોરૂમની બહાર ઊભેલા ચાર શખ્સ કારમાં ભાગી ગયા હતા. જ્યારે બાકીના બેને પોલીસે પકડી પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ ધ્રુવરાજસિંહ વાઢેર અને શ્યામસિંહ જાડેજા (જામનગર) હોવાનું જાણવા મળ્યું હતું.

એક દિવસ પહેલાં બાજુની દુકાનમાં તોડ કર્યો
માફિયાની નજીકમાં સ્મોર નામનો કપડાંનો શોરૂમ આવેલો છે. આ શોરૂમના માલિક મહેન્દ્રસિંગે રાજેન્દ્રસિંહને જણાવ્યું હતું કે તેમની દુકાનમાં 31 ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષાના અધિકારી તરીકે ઓળખ આપીને કેટલાક લોકો આવ્યા હતા. તેમણે આઈકાર્ડ પણ બતાવ્યા હતા અને તેમની વિરુદ્ધ ફરિયાદ આવી હોવાનું કહીને કપડાંની ખરીદીનાં બિલો માગ્યાં હતાં.

અન્ય એક દુકાનમાં પણ તોડ કરવાના હતા
શોરૂમની ઉપર અશ્વિન પટેલની એ. એમ. એન્ટરપ્રાઈઝ એસેસરીઝ નામની દુકાન છે. તેમને પણ આ ટોળકીએ ફોન કરી ગ્રાહક સુરક્ષાના હેડ તરીકે વાત કરી તેમની વિરુદ્ધ ફરિયાદ આવી હોવાથી મળવા આવ્યા હોવાની વાત કરી હતી. જોકે તે હાજર ન હોવાથી તેઓ જતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો