તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:સરદારનગરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડામાં બે સગા ભાઈ પર છરી વડે હુમલો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરદારનગરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝગડામાં 2 સગાભાઇ ઉપર 2 જણાંએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

સરદારનગર રામાપીરની દરગાહ પાસેના જોગણીમાતાના છાપરામાં રહેતા અજય ગંગારામ રાજારામ ડાભી(બાવરી)(20)નો ભત્રીજો સાગર(4)દિવાળી હોવાથી રાતે 11 વાગ્યે ઘર આગળ ફટાકડા ફોડી રહ્યો હતો. દરમિયાનમાં ફટાકડો મનીષભાઇના પગ આગળ ફૂટતાં,મનિષભાઇ સાગરને ગાળો બોલતા હતા. જેથી અજયે તેમને ગાળો ન બોલવા કહ્યું હતું.

જેથી મનીષ તેમજ તેની સાથેના ડેરા નામના માણસે અજયભાઇ સાથે ઝગડો કરી તેમની ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે અજયનો નાનો ભાઇ સંજય છોડાવવા વચ્ચે પડતા મનીષ અને ડેરાએ સંજય ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે અજય ડાભીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અજય ગંગારામનો ભત્રીજો ઘર આંગણે ફટાકડા ફોડતો હતો ત્યારે મનીષના પગ પાસે ફૂટતાં મનીષ સાગરને ગાળો બોલતો હતો જેથી અજયે ગાળો બોલાવી ના પાડતાં મનીષ અને તેની સાથે રહેલા માણેસ અજય સાથે ઝઘડો કરીને તેમની ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેથી ગંભીર ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો