તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાબરમતીના પટમાંથી દેશી દારૂ બનાવતા બે બુટલેગર પકડાયા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PCBના દરોડામાં દેશી દારૂ બનાવતી વધુ ભઠ્ઠીઓ મળી આવી
 • જમીનમાં દાટેલા 100 લિટરના 27 પીપડાં ભરેલો વોશ જપ્ત

મોટેરા આસારામ આશ્રમની પાછળ નદીના પટમાંથી પીસીબી એ દેશી દારુ બનાવવાની વધુ કેટલીક ભઠ્ઠીઓ પકડી પાડી હતી. જો કે આ વખતે પોલીસે સ્થળ પરથી 125 લીટર દેશી દારુ અને જમીનમાં દાટેલા 100 - 100 લીટરના એક એવા 27 પીપડા ભરેલો વોશ તેમજ દારુ બનાવવાની સાધન - સામગ્રી સાથે સ્થળ પરથી જ 2 બુટલેગરને ઝડપી લીધા હતા. જો કે આ નદીનો પટ રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાથી ત્યાં ગુનો નોંધી બુટલેગરોને મુદ્દામાલ સાથે રિવર ફ્રન્ટ પોલીસને સોંપી દેવાયા હતા.

પીસીબીના પીઆઈ એચ.કે.સોલંકી અને પીએસઆઈ એ.ડી.ચાવડાએ બાતમીના આધારે મોટેરા આસારામ આશ્રમની પાછળ નદીના પટમાં આવેલી અવાવરુ જગ્યામાં દરોડો પાડયો હતો. દરમિયાનમાં ત્યાં ભઠ્ઠીમાં દેશી દારુ બનાવી રહેલા જયેશ મંગાજી ઠાકોર અને સંજય ઈંદુભાઈ હળવદીયા રંગે હાથે પકડાયા હતા. જ્યારે તે બંને પાસેથી 125 લીટર દેશી દારુ મળી આવ્યો હતો. જ્યારે પોલીસે તપાસ કરતા નદીના પટમાં દાટી દીધેલા 27 પીપડા મળી આવ્યા હતા.

આ પીપડાઓમાં 100 - 100 લીટર લેખે 2700 લીટર વોશ મળી આવ્યો હતો. બંને આરોપી પાસેથી એક એકટીવા પણ મળી આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો