તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો, સ્ટાફ, સુરક્ષાકર્મીઓ અને વેન્ડરોને વેક્સિન આપવા બે બુથ શરૂ કરાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર મુસાફરોએ વેક્સિન લીધી - Divya Bhaskar
એરપોર્ટ પર મુસાફરોએ વેક્સિન લીધી
  • જે લોકોએ રસીનો પહેલો ડોઝ લીધા પછી 84 દિવસ પુરા થયા હોય તેવા લોકોને રસીનો બીજો ડોઝ અપાશે.
  • એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર અરાઈવલ અને ડિપાર્ચર એમ બે જગ્યાએ વેક્સિનેશન બુથ ઉભા કરાયા.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવી ગયું છે. સતત કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આજથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મીનલ પર રસીકરણ માટે બે બુથ શરૂ કરાયા છે. વેક્સિન લેનારા મુસાફરોનું એરપોર્ટના ડાયરેક્ટર એ.કે વર્માએ સ્વાગત કર્યું હતું અને તેઓ ને શુભેચ્છાઓ આપી હતી.

એરપોર્ટ પર રસી લેવામાં લોકોને સરળતા રહે તે માટે ટર્મિનલ પર એરપોર્ટ દ્વારા 2 બુથ માટે ની જગ્યા પણ ટર્મિનલ ની બહાર ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ બુથ પર મુસાફરો, એરપોર્ટ સ્ટાફ, વેન્ડરો અને સુરક્ષા કર્મીઓ સહિત તમામ લોકો સરળતાથી વેક્સિન લઈ શકશે. જે લોકોએ અગાઉ રસીનો પહેલો ડોઝ લીધો હોય અને તેઓને 84 દિવસ પુરા થઈ ગયા હોય તેવા લોકોને રસીનો બીજો ડોઝ પણ અહીં આપવામાં આવશે. આ વેક્સિનેશન બુથની મદદથી લોકોને સરળતાથી અને ઝડપથી રસી મળી રહેશે.

એરપોર્ટ પર રસી આપવા માટે બે બુથ શરુ કરવામાં આવ્યાં
એરપોર્ટ પર રસી આપવા માટે બે બુથ શરુ કરવામાં આવ્યાં

અમદાવાદ રેલવે સ્ટેશને પણ વેક્સિનેશન શરૂ કરાયું
અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરો,કુલી,વેન્ડર અને અન્ય રેલવે સ્ટાફને રસી આપવામાં આવી રહી છે. દરરોજ 100થી વધુ લોકોને રસી અપાઈ છે. મુસાફરો પણ વેક્સિન લેવાની બાકી હોય તો તેઓ પણ અહીંયા વેક્સિન લઈ શકે છે. તેમણે પોતાના ઘરની નજીકના સેન્ટર પર જવાની જરૂર નથી. રેલવે સ્ટેશન પર અત્યાર સુધી 100 થી વધારે કુલી અને વેન્ડરોએ રસી લઈ લીધી છે.

રેલવે સ્ટેશન પર કુલી અને વેન્ડરોને વેક્સિન આપવામાં આવી
રેલવે સ્ટેશન પર કુલી અને વેન્ડરોને વેક્સિન આપવામાં આવી

18થી 44 વયજૂથના 27 હજારે રસી લીધી
કોવિડ વેક્સિનેશન મહાભિયાનના ત્રીજા દિવસે શહેરમાં 48હજાર 887 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં 24 હજાર 384 પુરૂષ અને 17 હજાર 503 મહિલાઓએ વેક્સિન લીધી હતી. બુધવારે 18થી 44 વયજૂથના 27 હજાર 359 અને 45 વર્ષ ઉપરના વયજૂથના 10 હજાર 313 લોકોએ વેક્સિન લીધી હતી. શહેરમાં 13 પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેક્સિનેશન આપવામાં આવી રહી છે. ત્યારે ટાર્ગેટમાં કચાશ રહી જતાં પ્રથમ દિવસે જ મ્યુનિ. કમિશનરે મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. આ ટાર્ગેટમાં આજે આંશિક વધારો જોવા મળ્યો છે.

બુધવારે 42 હજાર લોકોને શહેરમાં વેક્સિન આપવામાં આવી
બુધવારે 42 હજાર લોકોને શહેરમાં વેક્સિન આપવામાં આવી

6464 સુપરસ્પ્રેડર્સને પણ રસી મુકાઈ
કોરોનાને અટકાવવા મ્યુનિ.એ સુપરસ્પ્રેડર્સને ઝડપથી વેક્સિનની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શાકભાજીની લારીવાળા, દુકાનદાર, ફેરિયા, પાથરણાવાળાનો સમાવેશ થાય છે. મ્યુનિ.એ તમામ ઝોનમાં કુલ 7 સાઇટ પર સુપરસ્પ્રેડર્સને વેક્સિન આપી જેમાં મંગળવારે પણ એક દિવસમાં 865 જેટલા સુપરસ્પ્રેડર્સને રસી આપવામાં ‌આવી છે.

અન્ય સમાચારો પણ છે...