તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:પરિમલ ગાર્ડન પાસે બે બાઇકસવાર મહિલાનું પર્સ ચોરી ગયા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેટેલાઈટ પારેખ હોસ્પિટલ સામેના શાર્દૂલ એપાર્ટમેન્ટમાં રહેતા દેવાંશીબહેન શાહ(25)એ ઓનલાઈન માય બાઈક એપ્લિકેશનથી 2 સાયકલ બુક કરાવી હતી. ત્યારબાદ પતિ ઉત્સવ કિરીટભાઇ શાહ સાથે યુનિર્વસિટી બસ સ્ટેન્ડ પાસેથી બે સાઇકલ લઈને બંને ફરવા નીકળ્યા હતા. તેઓ સ્ટેડિયમ, સીજી રોડ, પરિમલ ગાર્ડ થઇને યુ ટર્ન મારી પાછાં જઇ રહ્યા હતા. ત્યારે એક બાઈક ઉપર આવેલા 2 લુટારુ દેવાંશીબહેનની સાઇકલની બાસ્કેટમાં મૂકેલું પર્સ ચોરી ગયા હતા. તે પર્સમાં રોકડા રૂ.4 હજાર, મોબાઈલ ફોન, પાનકાર્ડ અને એટીએમ કાર્ડ મળીને કુલ રૂ.19 હજારની મત્તા હતી. આ અંગે દેવાંશીબહેને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં લૂંટના કિસ્સા વધી રહ્યા હોવાથી રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો