સબસિડીનું યુરિયા પકડાયું:અમદાવાદની ચિરિપાલ ગ્રુપની કંપની અને અન્ય ફેક્ટરીઓમાં સપ્લાય થતાં યુરિયા ખાતરના જથ્થા સાથે બેની ધરપકડ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાણીલીમડા પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં દરોડો પાડીને બેની ધરપકડ કરી - Divya Bhaskar
દાણીલીમડા પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં દરોડો પાડીને બેની ધરપકડ કરી
  • દાણીલીમડા પોલીસે ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસિડીયુક્ત ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો
  • ભાવનગરના વ્યક્તિ પાસેથી આ જથ્થો ખરીદી અન્ય કંપનીના નામે થેલીઓમાં ભરી વેચાણ કરવામાં આવતો હતો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ગોડાઉન માલિક સહિત બે શખસની ધરપકડ કરી છે. આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરતા હતા. દાણીલીમડા પોલીસે બેની ધરપકડ કરી અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી છે.

બાતમીની આધારે યોગીરાજ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી તડવી અમે સ્ટાફને બાતમી મળી હતી કે, યોગીરાજ એસ્ટેટમાં ગોડાઉન નંબર 10માં માલિક કમશી ભરવાડ તેના જ ગોડાઉનમાં કેટલોક ગેરકાયદેસર જથ્થો છુપાવ્યો છે. જેના આધારે મોડી રાતે દરોડો પાડતા ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. યુરિયા ખાતરનો જથ્થો રાખવા બાબતે કોઇ પુરાવો નહીં હોવાનું જણાવ્યું હતું. અર્જુન ઉર્ફે મુન્નો વેલાભાઈ ભરવાડ (રહે,ગોવિંદવાડી ઇસનપુર) એમ ત્રણેય જણાએ ભેગા મળી વિજયસિહ રાણા (રહે ભાવનગર)નો ફોનથી સંપર્ક કરી આ યુરિયા ખાતરનો જથ્થો ગેરકાયદેસર જથ્થો મંગાવ્યો હતો.

પોલીસે રૂ. 1.06 લાખની કુલ 400 થેલી યુરિયા ખાતર કબ્જે કર્યુ
પોલીસે રૂ. 1.06 લાખની કુલ 400 થેલી યુરિયા ખાતર કબ્જે કર્યુ

શક્તિ સોલ્ટના નામે ફેક્ટરીઓમાં વેચાણ કરાતું
આ યુરિયા ખાતરનો જથ્થો સંગ્રહ કરી તેને સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં હેરફેર કરી ભરી લઇ પોતાની શક્તિ સોલ્ટના નામે ગેરકાયદેસર રીતે ફેક્ટરીઓમાં વેચાણથી આપતા હતા. આ યુરિયા ખાતરનું વેચાણ દાણીલીમડા ખાતે આવેલી ચિરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં કામ કરતા બિનાબેને તેઓની ફેક્ટરીમાં વપરાશ કરવા મંગાવ્યો હતો. અગાઉ પણ તેઓએ યુરિયા ખાતરનો જથ્થો વિજયસિંહ રાણા પાસેથી વેચાણથી લાવી ચિરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં વેચાણથી આપ્યો હતો

ભાવનગરથી યુરિયા મંગાવ્યું હતું
આરોપી કમશીભાઇ દેવશીભાઇ ભરવાડ (રહે. ગામ સૈજપુર ગોપાલપુર પીરાણા રોડ પીપળજ નારોલ), સતિષ જેઠાભાઇ ભરવાડ (રહે. શક્તિ વાસ ભરવાડવાસ,વૈશાલી ટાઉનશીપની બાજુમાં ગુપ્તાનગર ખાડામાં વાસણા) અને અર્જુન ઉર્ફે મુન્નો વેલાભાઇ ભરવાડ (રહે.ગોવિંદવાડી ઇસનપુર) ભેગા મળી ભાવનગરના વિજયસિંહ રાણા પાસેથી મંગાવી વેચાણ કરતા હતા. પોલીસે કુલ 400 થેલી યુરિયા ખાતર કિંમત રૂ. 1.06 લાખનું કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

જપ્ત થયેલા યુરિયાની કિંમત 1 લાખથી વધુ
આરોપી કમશીભાઇ દેવશીભાઇ ભરવાડ (રહે. સૈજપુર), સતિષ જેઠાભાઇ ભરવાડ (રહે. વાસણા) અને અર્જુન ઉર્ફે મુન્નો વેલાભાઇ ભરવાડ (રહે.ઇસનપુર) ભેગા મળી ભાવનગરના વિજયસિંહ રાણા પાસેથી મગાવી વેચાણ કરતા હતા. પોલીસે કુલ 400 થેલી યુરિયા ખાતર કિંમત રૂ. 1.06 લાખનું કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.