ડ્રગ્સની હેરાફેરી:મુંબઈથી અમદાવાદ અંદાજે 70 લાખના એમડી ડ્રગ્સ લઇને આવેલા શખ્સ સહિત બેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • શખ્સ ડ્રગ્સની ડિલિવરી આપવા માટે હોન્ડા સિટી કાર લઇને આવ્યો હતો

દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજીક તત્વો તેઓને બરબાદીના પંથે લઇ જવા છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે મુંબઈથી અમદાવાદમાં એમડી ડ્રગ્સ લઈને આવેલા શખ્સ અને ડિલિવરી લેવા આવેલ શખ્સની ધરપકડ કરી છે. પોલીસે 70 ગ્રામના સાથે બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અંદાજે 70 લાખનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, બારેજા ગામથી જેતલપુર ગામ તરફના હાઈ-વે પર બ્રિજના નાકે એમડી ડ્રગ્સ લઈ એક શખ્સ આવવાનો છે અને ડિલિવરી આપવાનો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 70 ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂ.70 લાખ સાથે બે આરોપી મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ પઠાણ (રહે.શાહઆલમ) અને મુંબઈના યાકુબ પલસારાને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ મુંબઈના મુસ્તાક નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું.

ફેક્ટરીમાં ડ્રગ્સનું વેચાણ કરાતું
ફેક્ટરીમાં ડ્રગ્સનું વેચાણ કરાતું

ડિલિવરી દરમિયાન બંને આરોપીઓ ઝડપાયા
યાકુબ પલસારા નામના આરોપીએ મુસ્તાક પાસેથી આ જથ્થો લઈને ડિલિવરી આપવા માટે હોન્ડા સિટી કાર લઇને આવ્યો હતો. ડિલિવરી દરમિયાન બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને તેઓએ અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી છે. મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ અમદાવાદમાં ડ્રગ્સ કોને અને કેવી રીતે વહેંચતો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરીને અન્ય આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડમાંથી ડ્રગ્સનું મોટોનું નેટવર્ક ઝડપાયું હતું
થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધ મોટું સૌથી ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લાના ડુંગરી ગામે કરવામાં આવેલી આ રેડ 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

ડ્રગ્સ બનાવાતું હતું તે ફેક્ટરીની તસવીર
ડ્રગ્સ બનાવાતું હતું તે ફેક્ટરીની તસવીર

ફેક્ટરીમાંથી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સ મળ્યું
વલસાડ જિલ્લામાં રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના જુદા જુદા ઠેકાણા પર રેડ દરમિયાન 85 લાખ રૂપિયા રોકડ પણ મળી આવ્યું હતું. ડ્રેગ્સના રેકેડ પર દરોડા માટે નાર્કોટિક્સની ટીમ ઘણા દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી.

ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પકડાવવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો
રાજ્યમાં પહેલીવાર આ પ્રકારના ડ્રગ્સનું મેન્ચુફેક્ચરિંગ યુનિટ પકડાયું છે. સાથે જ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ તથા રોકડ રકમ જર્ત કરાઈ છે. NCBની ટીમ હવે આ મામલે વધુ તપાસ કરશે અને ગેરકાયદેસર MD ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. મોટી સંખ્યામાં ડ્રગ્સનું રેકેડ મળતા આ મામલે હવે આખી લિંક સામે આવી શકે છે. મેફેડ્રોન ડ્રગ્સનું સેવન કરનારા લોકોમાં વધુ લોકપ્રિય હોય છે.