ક્રાઇમ:વટવામાં ગૌમાંસ વેચતા બે ઝડપાયા, એક આરોપી ફરાર

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારોલ પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે મેસેજ મળ્યો કે, વટવાની બા ગૌકૌશરના મેદાન પાસે દરજી અને  કરિયાણાની દુકાનની બાજુમાં આવેલ કુરેશી આસિફની દુકાનમાં ગૌ માંસનુ વેચાણ થાય છે. આથી  પોલીસે તે દુકાનમાં દરોડા પાડતા દુકાનમાંથી 300  કિલો માસનો જથ્થો મળ્યો હતો. પોલીસે દુકાનના માલિક આસિફ કુરેશી અને દાનિશ કુરેશીને ઝડપી પાડ્યા હતા. આ માસ ગૌ વંશ તથા ભેસ વંશનું હોવાનું જણાયું હતું. પોલીસે આસીફ કુરેશી અને દાનીશ કુરેશીના સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. જ્યારે પોલીસે માંસનો જથ્થો લાવનારી આસિફ કુરેશીની પત્ની મેહરૂનિસાનાની શોધ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...