તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિની કોલ સેન્ટર ઝડપાયું:જમાલપુર રિવરફ્રન્ટથી એક્ટિવા પર બેસીને કોલ સેન્ટર ચલાવતા બે ઝડપાયા, કોરોનામાં લોનને બહાને USA સિટિઝનને ચૂનો લગાવતા

અમદાવાદ10 મહિનો પહેલા
  • વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને છેતરવા માટે બે યુવાનો મિની કોલસેન્ટર સેટઅપ લઈને ફરતા હતા
  • હાલ કોરોનાનાં કારણે વિદેશી લોકોને રૂપિયાની જરૂર હોવાથી બન્ને યુવાનો લોનની સ્ક્રિપ્ટ પર કામ કરતા

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે,ત્યારે કેટલાક ભેજાબાજો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવવા માટે તૈયાર હોય છે. અમદાવાદના જમાલપુર રિવરફ્રન્ટમાં એક્ટિવા પર બે યુવાનો USA સિટિઝનને લોન આપવાના બહાને ફસાવીને તેમના નાણાં પડાવવા માટે રીતસરનું મિની કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરીને તેમની પાસેથી લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બંને પોલીસને રિવરફ્રન્ટમાં બેસવાનું કારણ ન આપી શક્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, રિવરફ્રન્ટ વિસ્તારમાં મોડી રાતે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જમાલપુર બ્રિજની પાસે આવેલા રિવરફ્રન્ટ પર એક્ટિવા પર બે યુવાનો બેઠા હતા. જેથી પોલીસના જવાનો ત્યાં જઈને તપાસ કરી હતી. તેમની પાસે લેપટોપ હતું. પોલીસે તેમને પુછ્યું તો બંને યોગ્ય જવાબ આપી શક્યા નહી. જેથી પોલીસે તેમની ઉલટ તપાસ કરતા તેમણે પોતાના નામ રિયાઝ હુસૈન શેખ ( રહે ,શાહઆલમ) અને બીજા શખ્સે પોતાનું નામ સ્વપ્નીલ ક્રિશ્ચિયન (રહે ,ખોખરા ) જણાવ્યું હતું.

અમેરિકનને લૂંટવા મિની કોલ સેન્ટર શરૂ કર્યુ
આ શખ્સો લેપટોપ અને ઈન્ટરનેટ ડિવાઈસની મદદથી USAના લોકોને લોન આપવાની લાલચ આપીને ટ્રેપ કરી રૂપિયા પડાવતા હતા. હાલ વિદેશમાં લોકોને આર્થિક સ્થિતિ કથળી હોવાથી મોટા ભાગના લોકો લોન લેતા હોવાથી આ પ્રકારે યુવકોએ વિદેશી યુવકોને લૂંટવા કોલ સેન્ટર શરૂ કર્યું હતું. તેની સાથે કોઈ ઓફિસની જગ્યાએ ખુલ્લી જગ્યામાં કોલ સેન્ટર ચલાવાથી કોઈને શંકા ન જાય માટે આ પ્રકારે કામગીરી કરતા હોવાનું પોલીસ માની રહી છે.

અન્ય સમાચારો પણ છે...