તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PCBની કાર્યવાહી:અમદાવાદના વેજલપુરના રોનકપાર્ક સોસાયટીના ઇમરાન ફ્લેટ પાછળથી જુગાર રમાડતા બે શખ્સની ધરપકડ, 1 ફરાર

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે 2 આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા - Divya Bhaskar
પોલીસે 2 આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા

શહેરમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓની રહેમનજર હેઠળ દેશી દારૂ અને જુગારની પ્રવૃતિ ચાલી રહી છે. જેને અટકાવવા પીસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એ.ડી.ચાવડાએ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને આધારે વેજલપુરના રોનકપાર્ક સોસાયટીમાં ઇમરાન ફ્લેટની પાઠળના ભાગે દરોડા પાડ્યા હતા.

પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
વેજલપુર રોનકપાર્ક સોસાયટી ઈમરાન ફલેટની પાછળના ભાગે જાહેર રોડ ઉપરથી આરોપીઓ ઈરફાન અલ્લારખા ઘાંચી (રહે. રોનક પાર્ક સોસાયટી વેજલપુર) તથા અમીન દાઉદભાઈ મેમણ (રહે. સંકલીતનગર વેજલપુર)ને બોમ્બે વરલી મટકાનો સટ્ટા બેટીગનો આંક ફરકનો નાંણાની હારજીતનો જુગાર રમાડતા રંગેહાથ ઝડપાયા હતા. જેમાં પોલીસે રોકડા 10,000 તથા 3 નંગ મોબાઇલ ફોન, જુગારના સાધનો મળી કુલ કિંમત રૂ. 13,000નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે જાકિર ઉર્ફે ભજીયો અબ્દુલસુલેમાન મલેક (રહે. સંકલીતનગર ઈમરાન ફલેટ પાસે વેજલપુર) ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો