તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સ્ટેડિયમમાં મોબાઇલ એપથી સટ્ટો રમાડતા બેની ધરપકડ, GCA વેન્ડર પાસેથી મેચ માટે પાસ ખરીધ્યા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • GCA વેન્ડર પાસેથી મેચ માટે પાસ ખરીધ્યા હતા
  • રૂ.1500માં પાસ ખરીદી પોતાનો ફોટો લગાવ્યો

જીસીએના વેન્ડર પાસેથી રૂ.1500માં પાસ મેળવી તેના ઉપર પોતાનો ફોટો લગાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી લઈ ચાલુ મેચે પેવેલિયનમાં મોબાઈલમાં એપ ઉપર સટ્ટો રમાડી રહેલા 2 બુકી પકડાયા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરિઝની ફાઈનલ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન પેવેલીનયમાં 2 યુવાન સતત ફોન ઉપર વાતો કરી હોવાથી પોલીસને શંકા જતા તેમની તપાસ કરતા તે બંનેના ગળામાં જીસીએ દ્વારા અમૂલના કાઉન્ટર ઉપર કામ કરતા વેન્ડરોને જે પાસ આપવામાં આવ્યા હતા તે પાસ લટકાવેલા હતા. પોલીસે બંનેના ફોન ચેક કરતા ઓન લાઈન એપ્લિકેશનથી મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમાં પ્રિન્સ સુનિલકુમાર ગંભીર(ઉં.21, હરિયાણા) અને આશિષ બિરેન્દર યાદવ(ઉં.26, હરિયાણા) હોવાનું જાણવા મળ્યું હતુ.

જ્યારે ચાંદખેડા પીઆઈ કે.વી.પટેલે જણાવ્યું હતું કે પ્રિન્સ અને આશિષે અમૂલ પાર્લર પર નોકરી કરતા વેન્ડર શુભમ પ્રજાપતિ અને શિવમ પ્રજાપતિ પાસેથી રૂ.1500માં તેમના પાસ લીધા હતા. તેના ઉપર પોતાના ફોટા લગાવીને તે પાસના આધારે એન્ટ્રી મે‌ળવી હતી. જોકે પ્રિન્સ અને આશિષને પૈસાથી પાસ વેચનારા બંને હજુ પકડાયા નથી.

અન્ય સમાચારો પણ છે...