• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Two And A Half Lakh People In The State Deal In Local And Foreign Liquor; In Gujarat, 23.53 Lakh Liters Of Country Liquor Was Seized In The Last One And A Half Years

આખરે પોલીસે કબૂલ્યું...:રાજ્યમાં અઢી લાખ લોકો દેશી-વિદેશી દારૂનો ધંધો કરે છે; ​​​​​​​ગુજરાતમાં છેલ્લાં દોઢ વર્ષમાં 23.53 લાખ લિટર દેશી દારૂ પકડાયો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દોઢ વર્ષમાં દારૂના 2.54 લાખ કેસ, 2.52 લાખ લોકો પાસેથી 272 કરોડનો દારૂ પકડાયો

ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવા માત્ર કાગળ પર જ હોવાનું હવે તો પોલીસ પણ કબૂલી રહી છે. પોલીસે સત્તાવાર જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લાં દોઢ વર્ષમાં દારૂ વેચવાના 2.54 લાખ કેસ કરાયા હતા, જેમાં દારૂ વેચતા 2.52 લાખ લોકોને પોલીસે પકડીને તેમની પાસેથી દેશી-વિદેશી દારૂ, વાહનો સહિત કુલ 272 કરોડનો મુદ્દામાલ પકડ્યો હતો. પોલીસના દાવા પ્રમાણે ગુજરાતમાં 2.52 લાખ લોકો દારૂનો ધંધો કરી રહ્યા છે.

બોટાદ, અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડના કારણે પોલીસની બગડેલી છબિને સુધારવા તેમ જ પોલીસ દારૂ માટે કડક કાર્યવાહી કરે છે તે સાબિત કરવા પોલીસે કરેલા દારૂના કેસની વિગતો જાહેર કરી છે, જેમાં પોલીસે દોઢ વર્ષમાં દેશી-વિદેશી દારૂના કેટલા કેસ કર્યા, વેચતા કેટલા આરોપી પકડ્યા, કેટલો દારૂ પકડાયો, દારૂની કિંમત કેટલી છે, કેટલાં વાહનો છે અને તેની કિંમત કેટલી છે તેમ જ દારૂ અને વાહન સાથેના મુદ્દામાલની કિંમત જાહેર કરી હતી.

ગુજરાતમાં રોજ દારૂના 457 કેસ નોંધાય છે
વર્ષ 2021 અને 2022ના જૂન સુધીમાં એટલે કે છેલ્લા 18 મહિનામાં જ ગુજરાત પોલીસે દારૂના 2,54,201 કેસ દાખલ કર્યા હતા, જેના પરથી ગુજરાતમાં પ્રતિદિન દારૂના 457 કેસ કરવામાં આવી રહ્યાનું પોલીસનું કહેવું છે. ગુજરાતમાં દારૂના કેસનો આંકડો સરેરાશ અન્ય ગુના કરતાં અનેકગણો છે.

દારૂ વેચતા રોજના 450 લોકો પકડાયા
ગુજરાતમાં છેલ્લાં દોઢ વર્ષમાં દારૂ વેચવાના 2,54,201 કેસ નોંધાયા છે, જેમાં દારૂ વેચતા 2,52,071 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ આંકડા પરથી એ વાત ફલિત થાય છે કે, ગુજરાતમાંથી રોજના 450 માણસો દારૂનો ધંધો કરતા પકડાય છે.

રોજ સરેરાશ રૂ. 35 લાખનો દારૂ પકડાયો
2021માં 17.53 લાખ લિટર દેશી દારૂ પકડાયો હતો, જેની કિંમત રૂ.2.31 કરોડ છે. આ જ વર્ષમાં 57.07 લાખ લિટર વિદેશી દારૂ પકડાયો હતો. જેની કિંમત રૂ. 121 કરોડ થાય છે. 2022ના વર્ષમાં જૂન સુધીમાં 6 લાખ લિટર દેશી દારૂ પકડાયો હતો.

આ વર્ષે જ દેશી દારૂના 69,924 કેસ થયા

વર્ષ20212022 (જૂન સુધી )
દેશી દારૂના કેસ1,40,92469, 924

વેચતા પકડાયેલા આરોપી

1,33,22966,393
પકડાયેલો દારૂ17,53,964 લિટર6,01,234 લિટર
પકડાયેલા દારૂની કિંમત2,31,01,6621,68,79,745
પકડાયેલાં વાહન1609693
કુલ મુદ્દામાલની કિંમત14,15,12,5003,48,92,800

​​​​​​​આ વર્ષે 57 લાખ લિટર વિદેશી દારૂ પકડાયો

વર્ષ20212022(જૂન સુધી)
વિદેશી દારૂના કેસ27,84315,512

વેચતા પકડાયેલા આરોપી

34,06018,389
પકડાયેલો દારૂ57,07,157 લિટર30,12,280 લિટર
પકડાયેલા દારૂની કિંમત121,92,95,23162,84,38,743
પકડાયેલાં વાહન11,5184,838
કુલ મુદ્દામાલની કિંમત170,91,64,39085,49,76,784

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...