ડ્રગ્સની હેરાફેરી:પોસ્ટ મારફતે US મોકલાતું અઢી કરોડનું ડ્રગ્સ પકડાયું

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મરીમસાલા, કોસ્મેટિક્સ વચ્ચે છુપાવાયું હતું
  • શાહીબાગ પોસ્ટઓફિસમાં પાર્સલ અટકાવાયું

નવસારીમાં પોસ્ટ મારફતે અમેરિકા મોકલાઈ રહેલું અઢી કરોડની કિંમતનું કેટામાઇન હાઈડ્રોક્લોરાઇડ ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ રાજસ્થાનના પુષ્કરના એક શખ્સ દ્વારા મોકલાયું હોવાનું જણાતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, બાતમીને આધારે કોસ્મેટિક્સ, મરીમસાલા કપડાં વગેરેની આડમાં પુષ્કરથી વાયા નવસારી પોસ્ટ ઓફિસ મારફતે કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનો જથ્થો અમેરિકા મોકલાઈ રહ્યો હતો.

બાતમીને પગલે પોસ્ટના કસ્ટમ વિભાગની સાથે રહીને ક્રાઈમ બ્રાંચે આ પાર્સલ અટકાવી દીધું હતું. ત્યાર બાદ શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલ ખોલતાં તેમાંથી કોસ્મેટિક્સ, મરીમસાલા, કપડાંની વચ્ચે ચૂર્ણના બે પ્લાસ્ટિકના ડબા મળી આવ્યા હતા, જેમાંથી 590 ગ્રામ સફેદ સ્ફટિકમય પદાર્થ પાઉડર સ્વરૂપમાં મળી આવ્યો હતો.

યુવતીઓને ફસાવવા કોલ્ડ ડ્રિંકમાં ભેળવીને અપાય છે
પાર્ટી ડ્રગ તરીકે ઓળખાતું આ ડ્રગ પાર્ટીમાં યુવતીઓને કોલ્ડ્રિંક્સમાં કે અન્ય પીણામાં ભેળવી આપી દેવાય છે. ઉપરાંત તેનો ઉપયોગ ઓપરેશન વખતે દર્દીને બેભાન કરવા તેમ જ પેઇન રિલીફ માટે પણ થાય છે. તેના વારંવાર ઉપયોગથી ડબલ વિઝન, હાઈ કે લો બ્લડપ્રેસર થાય છે.

કેવી રીતે આ ડ્રગ્સ લેવાય છે
પાર્ટી ડ્રગ તરીકે ઓળખાતા કેટામાઈન હાઈડ્રોકલોરાઈડ નામનુ ડ્રગ સ્મેકની જેમ ભૂંગળીથી નાક દ્રારા તેમજ એલ્યુમિનિયમ ફોઈલ પર ગરમ કરીને ધુમાડા વાટે લેવામાં આવે છે. યુવાનો પાર્ટીમાં યુવતીઓને કોલ્ડ્રીંકસમાં કે અન્ય પીણામાં ભેળવીને નશાની હાલતમાં તેમનો દુરપયોગ કરતા હોય છે. આ ઉપરાંત કેટામાઈન હાઈડ્રોકલોરાઈડ નો ઉપયોગ ઓપરેશન વખતે દર્દીને બેભાન કરવા તેમજ પેઈન રીલીફ માટે થાય છે. આ ડ્રગ્સની આડઅસરમાં લેનારની હ્રદયની ગતિ વધી જાય છે અથવા ઘટી જાય છે.

અન્ય સમાચારો પણ છે...