ગુનેગારો ઝડપાયા:અમદાવાદમાં ચેઈન સ્નેચિંગ તથા વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ,1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ - Divya Bhaskar
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ
  • પોલીસની પુછપરછમાં આરોપીઓએ ગુનાઓની કબૂલાત કરી
  • નવાજ નામના આરોપીએ સાત વખત પાસા હેઠળ સજા ભોગવી છે

અમદાવાદમાં ચેઈન સ્નેચિંગ અને વાહનચોરીના ગુનાઓમાં વધારો થયો છે. ત્યારે પોલીસને આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બે આરોપીઓની બાતમી મળી હતી. બાતમીને અનુસંધાને પોલીસે ચેઈન સ્નેચિંગના ત્રણ અને વાહનચોરીના બે ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે અને 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે કુલ 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસ કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને ચેઈન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલ નવાઝ ઉર્ફે ઝીણીયો અને તેનો મિત્ર લતીફ સોનાની ચેઈન તથા ચોરી કરેલ વાહનો સગેવગે કરવા સરસપુર ગુરૂદ્વારા સામે ગીરધરમાસ્ટર કમ્પાઉન્ડની નજીક ભેગા થયાં છે. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવતાં નવાઝ અને લતીફ બાતમીવાળી જગ્યાએથી ઝડપાઈ ગયાં હતાં. પોલીસે તેમની અંગઝડતી લેતાં તેમની પાસેથી 40 હજારની કિંમતની એક તૂટેલી સોનાની ચેઈન તેમજ 70 હજારની કિંમતનું એક સુઝુકી બર્ગમેન, તથા 60 હજારની કિંમતનું હોન્ડા શાઈન બાઈક મળી આવ્યું હતું. પોલીસે કુલ 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની અટકાયત કરી હતી.

પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી

પહેલા ચેઈન સ્નેચિંગ કર્યું બાદમાં બાઈક ચોર્યું
આરોપીઓએ પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે, 14 નવેમ્બરે પોતાની પાસેનુ બર્ગમેન લઈ સુભાષ બ્રીજ સર્કલ પાસે રાતના આશરે નવેક વાગ્યે આવતા એક ઉંમરલાયક કાકા કાકી તેમની નજીમાંથી વાહન લઈ પસાર થતાં હતાં. ત્યારે પાછળ બેસેલ કાકીના ગળામાંથી સોનાની ચેઈન ઝુંટવી લઈ ભાગી ગયાં હતાં. આ બાબતે રાણિપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. આ જ દિવસે બંને મિત્રોએચેઈન તોડ્યા બાદ આશરે રાતના સાડા દશેક વાગ્યાની આસપાસ નારણપુરા અંકુર રોડ પાસે આવેલ એ.ડી.સી બેંકની નજીકના પાર્કિંગમાં પાર્ક કરેલ હોન્ડા સાઈન મો.સા.ની ચોરી કરી હતી. જે બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો ફરિયાદ નોંધાઈ હતી.

સ્ત્રીના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડ કરી
બાદમાં બંને જણાએ ચોરી કરેલ હોન્ડા શાઈન લઈને રાતના આશરે પોણા અગિયાર વાગ્યાની આસપાસ 132 ફુટ રીંગ રોડ ઉપર આવેલ ગુરૂ પ્રેમ હોસ્પિટલ પાસે આવીને એક ભાઈના ગળામાંથી સોનાની ચેઈન ઝુંટવી લઈ ભાગી ગયા હતાં. જે અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 17 નવેમ્બરે નવાજ રાત્રિના આશરે નવેક વાગ્યે માધુપુરા નમસ્તે સર્કલ નજીક આવેલ રીલાયન્સ મોલના પાર્કિંગમાંથી એક શાઈન મો.સા.ની ચોરી કરી, તે મો.સા. લઈ માધુપુરા લાલા કાકા હોલની પાછળના ભાગે રીવરફ્રન્ટ જવાના રોડ ઉપર આવેલ એક સોસાયટી પાસેથી એક્ટીવા ઉપર બેસેલ સ્ત્રીના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
આરોપી નવાઝખાન ઉર્ફે જીણીયો યુસુફખાન પઠાણ નાનો અગાઉ કાલુપુર, નવરંગપુરા,બાપુનગર, સેટેલાઇટ, મણીનગર, ઓઢવ, વાડજ, ઘાટલોડીયા, પાલડી, ઇસનપુર, માધવપુરા, શાહીબાગ, રખીયાલ, ગુજરાત યુનિ, વસ્ત્રાપુર, શહેરકોટડા પોલીસ સ્ટેશનનોમાં ચેઈન સ્નેચીંગ તથા ચોરીઓના ગુન્હામાં પકડાયેલ છે. સાત વખત પાસા પણ ભોગવી ચુકેલ છે. આરોપી લતીફ શેખનાનો અગાઉ દેશી દારૂના ગુન્હામાં શહેરકોટડા તથા ગોમતીપુરમાં પકડાયેલ છે. તેમજ મણીનગર પોલીસ સ્ટેશનમાં તથા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચીંગના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ એક વાર પાસા પણ ભોગવેલ છે.