તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ પોલીસની કાર્યવાહી:હાથીજણની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા બે આરોપી ઝડપાયા, લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા

હાથીજણમાં 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી વારાફરતી દુષ્કર્મ કરનાર બે આરાેપીને વિવેકાનંદનગર પાેલીસે ઝડપી લીધા છે. તે બંનેને પાેક્સાે કાેર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાથીજણમાં રહેતી 16 વર્ષીય સગીરાને 7 માસ પહેલાં આરાેપી ચિરાગ રાઠાેડે લગ્ન કરવાની લાલચ આપી પાેતાના ઘરે લઇ ગયો હતો. ચિરાગે તેના મિત્ર કલ્પેશ પ્રજાપતિને બાેલાવ્યો એ પછી આ બંને મિત્રોએ સગીરા સાથે વારાફરતી દુષ્કર્મ આચરી સગીરાને આ અંગે કોઇને કંઇપણ કહ્યું તાે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ત્યારબાદ પણ આરાેપીઓ સગીરાને અવાવરું જગ્યાએ લઇ જઇને પણ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

આરાેપીઓના કૃત્યથી સગીરા ગભર્વતી બની હતી. જે અંગે તેની માતાએ પુછતાં પીડિતાએ માતાને આરાેપીઓના કૃત્યની જાણ કરી હતી. તેની આપવીતી સાંભળ્યાં બાદ સગીરાની માતાએ વિવેકાનંદનગર પાેલીસ સ્ટેશનમાં આરાેપીઓ વિરુધ્ધ પાેક્સાે, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નાેંધાવ્યો હતાે. પાેલીસે આ બનાવ અંગે સઘન તપાસ હાથ ધરીને બંને આરાેપીઓને ઝડપી લીધા હતા. પાેલીસ ઇન્સ્પેકટર વાય.બી.ગાેહિલે બંનેને પાેક્સાે કાેટર્માં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...