તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદ એરપોર્ટ પર ચણા જોર ગરમ વેચવા બાબતે થયેલ ડબલ મર્ડર કેસમાં 12 વર્ષ બાદ બે આરોપીની ધરપકડ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને સુરતથી ઝડપી લીધા - Divya Bhaskar
ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને સુરતથી ઝડપી લીધા
  • હજુ પણ અન્ય આરોપીઓ આ કેસમાં પોલીસ ચોપડે ફરાર છે
  • ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપીને પુછપરછ શરુ કરી

અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં બે ભાઈઓની થયેલી હત્યાના કેસમાં 12 વર્ષ બાદ બે આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયાં છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત વિસ્તારમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ કેસમાં 15 આરોપીઓની સંડોવણી સામે આવતાં અગાઉ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધાં હતાં.

સામાન્ય તકરારમાં બંને ભાઈઓની હત્યા કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં ધંધાકીય હરિફાઈની અદાવતમાં બે વ્યક્તિઓ પર હૂમલો કરવામાં આવ્યો હતો. આ બંને સગાભાઈઓના મોત નિપજતાં સાબરમતિ પોલીસે ગુનો નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. બનાવના 12 વર્ષ બાદ પણ આ કેસમાં કેટલાક આરોપીઓ ફરાર હતાં જેને શોધવા ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા હતાં. તપાસ કરતાં સુરત વિસ્તારમાં આરોપીઓ હોવાનું માલુમ પડતાં જ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ સુરતથી બે આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપી બબલુ કુશવાહ અને સુંદરસિંઘ કુશવાહની પોલીસે પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, સામાન્ય તકરારમાં બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.

ધંધાકીય હરિફાઈને કારણે ઝઘડા થવા લાગ્યા
આરોપી ભૂરા સિંહ કુશવાહ અને તેના ભાઈ સહિત ભત્રીજો અમદાવાદ એરપોર્ટ પર ઉભા રહીને ચણા જોર ગરમ વેચવાનો ધંધો કરતાં હતાં. આ દરમિયાન તેમના જ ગામના 4 અન્ય લોકો એરપોર્ટ પર આવી ચણા જોર ગરમ વેચવા લાગ્યા હતાં.જેથી ધંધાકીય હરિફાઈને કારણે ઝઘડા થવા લાગ્યા અને અવારનવાર મારામારી પણ થતી હોવાથી અદાવત રાખી હુમલો કરવા માટે પ્લાનિંગ કર્યું હતું.

આ કેસમાં 15 આરોપીઓની સંડોવણી બહાર આવી
આ પ્લાનિંગ પ્રમાણે 22 નવેમ્બર 2009ના રોજ રામ અવતાર પ્રજાપતિ અને તેના ચાર સાથીઓ એરપોર્ટ થી ઓટો રીક્ષામાં બેસી સાબરમતી જતા હતા. તે દરમિયાન પ્રબોધ રાવળ બ્રિજના છેડા પર 2 રીક્ષાઓ આવી ફરિયાદી અને મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિ પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે સારવાર દરમ્યાન શ્રીકાંત તને મુકેશ પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ કરતા 15 જેટલા શખ્સોની સંડોવણી બહાર આવતાં ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરી ચૂકી હતી. જ્યારે હજુ પણ અન્ય આરોપીઓ આ કેસમાં પોલીસ ચોપડે ફરાર છે.