વિરોધ:GST દરમાં વધારા મુદ્દે ફૂટવેરના વેપારીઓએ બંધ પાળતાં રૂ.10 કરોડનું ટર્નઓવર અટક્યું

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાળપુર સહિત કોટ વિસ્તારની તમામ ફૂટવેર દુકાનોએ બંધ પાળ્યો હતો. - Divya Bhaskar
કાળપુર સહિત કોટ વિસ્તારની તમામ ફૂટવેર દુકાનોએ બંધ પાળ્યો હતો.
  • 10 હજાર રિટેલ દુકાનો અને 700 હોલસેલ દુકાનો સંપૂર્ણ બંધ રહી

જાન્યુઆરીથી ફૂટવેર પર લાગતા જીએસટી દર 5થી વધારીને 12 ટકા કરાતા ફૂટવેરના વેપારીઓએ વિરોધ કર્યો હતો. મંગળવારે શહેરના અને રાજ્યના ફૂટવેરના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળી વધેલા જીએસટી દરનો વિરોધ કર્યો હતો. આ માટે એસોસિએશને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને આવેદન પત્ર આપ્યું હતું. આ બંધના કારણે રૂ.10થી 20 કરોડનું ટર્નઓવર અટક્યું છે.

તાજેતરમાં કપડાં અને ફૂટવેર પર જીએસટી દર 5થી વધારીને 12 ટકા કરાયો હતો, જેનો વિરોધ થતા કાપડ પર જીએસટી દર યથાવત કરાયો હતો, પરંતુ ફૂટવેરમાં જીએસટી દર ન ઘટાડાતા શહેરના નાના-મોટા તમામ ફૂટવેર માર્કેટ 7 હજાર વેપારીએ મંગળવારે સંપૂર્ણ બંધ પાળીને વિરોધ કર્યો હતો.

કાલુપુર ફૂટવેર એસોસિએશનના રાજુભાઈ ધોલાણીએ જણાવ્યું હતું કે, ફૂટવેર પર 12 ટકા જીએસટીના વિરોધમાં શહેરના કાલુપુર કોટની રાંગ, કડિયાકુઈ, સોદાગર પોળ, રોઝી સિનેમા લાઇન, સારંગપુર કોટની રાંગ, ઘી કાંટા તેમ જ શહેરનાં છૂટાં તમામ ફૂટવેર બજારો મંગળવારે બંધ પાળ્યો હતો. આ બંધમાં શહેરની 10 હજાર રિટેલ દુકાનો અને 700 હોલસેલ દુકાનો સંપૂર્ણ બંધ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...