તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ઇન્કમટેક્સમાંથી કરમુક્તિ માટેનું ફોર્મ ભરીને ટ્રસ્ટો લાભ લઇ શકશે, ટ્રસ્ટ હવે 4 વર્ષ સુધીની ટેક્સમાફી મેળવી શકશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્કમટેક્સમાં ટેક્સ માફી માટે ફોર્મ નંબર 10બીબી ભરવાનું હોય છે, પરંતુ કોઇ કારણોસર જો કોઇ ટ્રસ્ટ આ ફોર્મ ન ભરી શક્યું હોય તો તેઓ તાજેતરના સીબીડીટીએના પરિપત્ર અનુસાર ફરીથી ફોર્મ ભરીને કરમાફી મેળવી શકશે.

ચેરિટેબલ ટ્રસ્ટે 2016-17થી ઇન્કમટેક્સમાં કરમાફી માટે ફોર્મ નંબર 10 બીબી ઇન્કમટેક્સ રિટર્ન ભરતાં પહેલાં ભરવાં જરૂરી હતાં. પરંતુ ઘણાં ટ્રસ્ટ સમયસર મુદત પહેલાં ફોર્મ ન ભરી શકતા ટ્રસ્ટના ઇન્કમટેક્સ કરમાફીના સર્ટિફિકેટ કેન્સલ થઇ ગયા હતા. જે અંગે ટ્રસ્ટ દ્વારા થયેલી ભૂલને સુધારવાની તક આપવા રજૂઆત કરાઇ હતી. જેને લઇને સીબીડીટીએ પરિપત્ર કરીને જે કોઇ ટ્રસ્ટે ફોર્મ ફાઇલ ન કર્યા હોય તેવા લોકોને આ ફોર્મ ફરીવાર ભરી અને મોડા ભર્યાની માફી માટે અરજી કરી 2016-17થી 2020-21 સુધીના ચાર વર્ષના ફોર્મ ઓનલાઇન ભરી શકશે. આમ ટ્રસ્ટોનું રદ થયેલું કરમાફીનું પ્રમાણપત્ર ફરીથી મેળવી શકશે. આમ આ જાહેરાતથી ગુજરાતના આશરે બે લાખ ટ્રસ્ટોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો