ટ્રાફિક સર્કલનો વિકાસ:અમદાવાદના ટ્રાફિક સર્કલ પર ટ્રસ્ટ અને સંસ્થાઓ વિકસાવશે, પીપીપી ધોરણે વિકાસની અરજીઓ હાલ પેન્ડિંગ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક સર્કલની ફાઈલ તસવીર - Divya Bhaskar
ટ્રાફિક સર્કલની ફાઈલ તસવીર
  • અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિક સર્કલ બનાવવા તેમજ ગાર્ડનને ડેવલોપ કરવાનો નિર્ણય લેવાશે

અમદાવાદ શહેરમાં મોટા ચાર રસ્તા પર ટ્રાફિક સર્કલ બનાવવા અને ગાર્ડન સાથેના ટ્રાફિક સર્કલ બનાવી અને તેને પીપીપી ધોરણે વિકસાવવા અંગે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ ચાર રસ્તા પર ટ્રાફિક સર્કલ બનાવી અને પીપીપી ધોરણે તેનો વિકાસ કરવા ટ્રસ્ટ અને સંસ્થાઓની માગણીઓની અરજી છેલ્લા એક વર્ષથી પેન્ડિંગ હતી. તેને ગાર્ડન અને ટ્રાફિક-શહેર પોલીસ સાથે ચર્ચા કરીને સર્કલ ગાર્ડન બનાવવા નિર્ણય લેવાશે

ટ્રાફિક સર્કલ અને ગાર્ડન વિકસાવવાની વિભાગ પાસે અરજીઓ આવી હતી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક સર્કલ અને ગાર્ડન બનાવીને વિકસાવવા તેમજ પીપીપી ધોરણે તેનો મેન્ટેનન્સ કરવા માટે થઈ અને કેટલીક માંગણીઓ ગાર્ડન વિભાગમાં આવી હતી. જે અંગે આજે ચર્ચા કરી અને એને કઈ રીતે ડેવલોપ કરી શકાય તેની અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિક સર્કલ બનાવવા માટે તેમજ ગાર્ડનને ડેવલોપ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ માટે એસ્ટેટ વિભાગ ટ્રાફિક વિભાગ તેમજ ગાર્ડન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે.

એક વર્ષથી ગાર્ડન વિભાગમાં અરજીઓ પેન્ડિંગ
શહેરના કેટલાક ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા વિવિધ ચાર રસ્તા પર ટ્રાફિક સર્કલ બનાવી અને પીપીપી ધોરણે તેનો વિકાસ કરવા અંગે માગણીઓની અરજી છેલ્લા એક વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં પડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગાર્ડન વિભાગ ટ્રાફિક અને શહેર પોલીસના ટ્રાફિક વિભાગ અને સંયુક્ત રીતે બેઠકમાં ચર્ચા કરી અને ટ્રાફિક સર્કલ-ગાર્ડન બનાવી અને તેને પીપીપી ધોરણે વિકસાવાવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...