તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગજગતમાં કોરોનાની શીખ:કર્મચારીઓ પર વિશ્વાસ કરવો સૌથી મોટું રોકાણ, બેલેન્સ શીટનું સારું આરોગ્ય જરૂરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હર્ષ ગોયન્કા, ચેરમેન, આરપીજી એન્ટરપ્રાઈઝ - Divya Bhaskar
હર્ષ ગોયન્કા, ચેરમેન, આરપીજી એન્ટરપ્રાઈઝ
 • દરેક સંકટ કંઈને કંઈ સારી વાત લઈને પણ આવે છે અને કોવિડ-19એ ઉદ્યોગજગતને ડિજિટલ ટેક્નોલોજી અપનાવવા પ્રેર્યું...

કોવિડ-19 મહામારીથી ફેલાયેલી અફરાતફરી વિશે સ્કોટિશ કવિ રોબર્ટ બર્ન્સે કહ્યું હતું કે, ‘ઉંદરો અને મનુષ્યની સર્વશ્રેષ્ઠ યોજનાઓ હંમેશા ઉલટી પડે છે’. આ આખી સ્થિતિ આ એક વાક્યમાં સારી રીતે સમજી શકાય છે. વાઈરસ કુદરતી રીતે પેદા થયો કે તેને લેબમાં વિકસિત કરાયો, એ તો રહસ્યનો વિષય છે, પરંતુ તેનાથી સરકાર અને ઈન્ડસ્ટ્રી બંનેની યોજનાઓ રોકાઈ ગઈ. દુનિયાભરનું અર્થતંત્ર ઠપ થઈ ગયું અને રોજિંદી ગતિવિધિઓ પણ અટકી ગઈ. દુનિયા હજુ આ વાઈરસ સામે લડવામાં વ્યસ્ત છે, ત્યારે હું થોડી વાર અટકીને વિચારું છું કે, ઈન્ડસ્ટ્રીએ કોરોનાકાળમાંથી શું બોધપાઠ લેવો જોઈએ, જે આપણને ભવિષ્યમાં યોગ્ય સ્થિતિમાં રાખી શકે.

આ યોગ્ય સ્થિતિ લોકોના સશક્તિકરણ, ડિજિટલ ટેક્નોલોજી, એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બેલેન્સ શીટનું આરોગ્ય તેમજ રોકડ સુરક્ષાથી શક્ય છે. થોડો ઊંડો વિચાર કરીએ, તો આ દોરમાં આપણા સમાજ, આપણી ઈકો સિસ્ટમને સહારો આપવા તેમજ દરેક સંગઠનના અસ્તિત્વ માટે એક હેતુ હોવાની જરૂરિયાતનો અહેસાસ વધુ થયો છે. માર્ચ 2020માં લૉકડાઉન જાહેર કરાયું, ત્યારે અચાનક લોકો તેમાં ફસાઈ ગયા. અગાઉથી કોઈને તેની કલ્પના પણ ન હતી અને આવુ કંઈ થશે એવું વિચાર્યું પણ ન હતું.

પાંજરામાં કેદ પક્ષીઓની જેમ કડક નિર્દેશ સાથે આપણે આપણી જાતને ઘરોમાં કેદ કરી લીધી, સ્વતંત્રતા અને સશક્તિકરણની પાયાની જરૂરિયાતો પણ છીનવાઈગઈ. રોજિંદી જરૂરિયાતો માટે બહાર નીકળવાની મર્યાદિત મંજૂરી સાથે આ દોર 20મી સદીના મધ્યમાં હતો, એવા યુદ્ધગ્રસ્ત કાળ જેવો બની ગયો હતો. જ્યારે હું પાછો વળીને એ દિવસોને જોઉં છું, મારી સંસ્થાના લોકો સાથે થયેલી વાતચીતને યાદ કરું છું, ત્યારે માલુમ પડે છે કે, તેઓ પોતાની નોકરીમાં સૌથી વધુ જે વાતને મહત્ત્વ આપતા હતા, તે સંસ્થાના લોકોના સશક્તિકરણનો મુદ્દો હતો. આ સશક્તિકરણ જ તેમને સતત દેખરેખ વિના કામ કરવાની છૂટ આપે છે.

મહામારીનો સામનો કરતી વખતે આપણે ‘ગમે ત્યાંથી કામ કરવાની નીતિ’ પર ભાર મૂક્યો, જે ખરા અર્થમાં નવી વાત છે. તેનાથી આપણા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સ્વતંત્રતા મળી. આ કલ્ચરે લોકોને નવી તાકાત આપી છે અને આપણને વિશ્વાસ છે કે, આપણે જેમના પર વિશ્વાસ કર્યો, તે લાંબા સમય સુધી તેમના કામમાં ઝળકશે અને ભવિષ્યમાં મહામારીના પ્રતિબંધો હટ્યા પછી પણ તે જારી રહેશે. દરેક સંકટ કોઈને કોઈ સારી વાત લઈને પણ આવે છે. એવી જ રીતે, કોવિડ-19એ ઉદ્યોગજગતને ડિજિટલ ટેક્નોલોજી અપનાવવા પ્રેરિત કર્યું. આ ગાળામાં કંપનીઓની વેપાર કરવાની પદ્ધતિઓ જ નહીં, પરંતુ ગ્રાહકનું વર્તન પણ બદલાયું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો