તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તો માટે સારા સમાચાર:સોમવારથી ખૂલશે કેમ્પ હનુમાન મંદિર, એકસાથે 200 ભક્તો દર્શન કરી શકશે, સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • ભક્તો માટે મંદિરમાં પ્રવેશ માટે આર્મીના મુખ્ય ગેટમાંથી જ પ્રવેશ બંધ છે, ટ્રસ્ટ તરફથી કોઈ પ્રતિબંધ નથી: સેક્રેટરી
  • આર્મીના અધિકારીઓ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે મીટિંગ બાદ યોગ્ય નિર્ણય લઈ મંદિર ભક્તોના પ્રવેશ માટે ખુલ્લું મુકાશે

કોરોના મહામારીને લઈ લોકડાઉનમાં શહેરનું સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરમાં બંધ થયા બાદ હવે એમાં ભક્તોને દર્શન માટે પ્રવેશને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે હવે ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી સોમવારથી હનુમાન મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળશે. સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ભક્તો દાદાના દર્શન કરી શકશે. સોમવારથી કોવિડ ગાઈડલાઈન્સ અનુસાર, મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. નોંધનીય છે કે મંદિર કેમ્પસમાં એક જ સમયે માત્ર 200 લોકોને પ્રવેશ આપવામાં આવે એવી શક્યતા છે, જેમાં ટ્રસ્ટીઓ તરફથી અને આર્મી તરફથી સહમતી મળી ગઈ છે.

મંદિર ખોલવા આર્મી અને પોલીસ તરફથી મંજૂરી મળી ગઈ છે: મંદિર ટ્રસ્ટના સીઇઓ
મંદિર ટ્રસ્ટના સીઈઓ દેવેન્દ્ર જાનીએ જણાવ્યું કે આજની મીટિંગમાં આર્મી અને પોલીસ તરફથી મંજૂરી મળી ગઈ છે. આગામી સોમવારથી મંદિર ફરી ખોલવામાં આવશે. સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે, સાથે જ દર્શન કરવા આવતા ભક્તોએ કોરોના ગાઈડલાઈન્સ ફોલો કરવાની રહેશે. દર્શને આવનારે મોબાઈલ અને આઈડી સિવાય પોતાની કોઈ વસ્તુ સાથે રાખવા અને પ્રસાદી કે ફૂલ લાવવાની મનાઈ છે. કેમ્પસમાં એકસાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે.

રિવરફ્રન્ટ પર મંદિર સ્થળાંતર કરવા ચર્ચા: સેક્રેટરી સરિત ચોક્સી
કેમ્પ હનુમાન મંદિરના સેક્રેટરી સરિત ચોક્સીએ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ પર મંદિર સ્થળાંતર કરવા ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે ઔપચારિક બેઠક પણ મળી હતી. બેઠકમાં આ અંગેના નિર્ણયને તમામે આવકાર્યો છે. મંદિર હજુ 3 વર્ષ સુધી અહીં જ છે. અમે દરેક ધર્મ સંસ્થાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. આ જગ્યા આર્મીની છે અને આર્મી તરફથી સ્થળાંતરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ જગ્યા 90 વર્ષની લીઝ પર છે, 30 વર્ષ જેટલો સમય પૂર્ણ થઈ ગયો છે. અહીંનું વાર્ષિક 32 હજાર જેટલું ભાડું છે.

થર્મલ ગનથી ચેકિંગ અને સેનિટાઇઝ વગેરેની વ્યવસ્થા
ભક્તોનાં દર્શન માટે મંદિર ટ્રસ્ટ તરફથી કોરોનાના ગાઈડલાઈન્સના પાલન માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે માર્કિંગ વગેરે કરી દેવામાં આવ્યું છે. થર્મલ ગનથી ચેકિંગ અને સેનિટાઈઝ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરમાં દર્શન શરૂ થશે ત્યારથી ગાઈડલાઈન્સ મુજબ મંદિરમાં બેસી કોઈ પાઠ નહિ કરી શકે, માત્ર દર્શન જ કરી શકશે. એક સમયે કેમ્પસમાં 200 ભક્તો દર્શન કરી શકે અને તેમાંથી જેમ બહાર જતા જાય તેમ બીજા ભક્તોને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી શકે છે. મંદિરની બહાર પણ ભીડ ન થાય એ માટે પોલીસની મદદ લેવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો દર્શન કરી શકે એ માટે મંદિર તરફથી પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો