તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલમાં આગ:અમદાવાદની અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ, કામ કરતાં 3 મજૂરોએ ધાબે ચડીને જીવ બચાવ્યો

અમદાવાદ2 દિવસ પહેલા
અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલની તસવીર
  • કૃષ્ણનગર વિસ્તારમાં અંકુર ઈન્ટરેનશલ સ્કૂલમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે
  • ફાયર વિભાગની ટીમ દ્વારા સ્કૂલના ધાબા પર ફસાયેલા 3 મજૂરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

કૃષ્ણનગરમાં અંકુર સ્કૂલમાં શુક્રવારે સવારે એકાએક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના 15થી વધુ વાહનો કામે લગાડ્યાં હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે સ્કૂલ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. અંકુર સ્કૂલમાં શુક્રવારે સવારે આગ લાગતાં સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયરબ્રિગેડની 15 ગાડીએ ઘટનાસ્થળે દોડી ચાર કલાકની મહેનત બાદ આગ કાબૂમાં લીધી હતી. સ્થાનિકોએ કહ્યું કે, કેટલાક લોકો આગથી બચવા માટે સ્કૂલના ધાબે ભાગી ગયા છે.

ભીષણ આગથી પાંચ માળની સ્કૂલમાં 6થી 7 લોકો ફસાયાની આશંકા.
ભીષણ આગથી પાંચ માળની સ્કૂલમાં 6થી 7 લોકો ફસાયાની આશંકા.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
ફાયરબ્રિગેડની ટીમે ધાબા પરના લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના કલરકામ માટે આવેલા અને આગથી બચવા ધાબે જતા રહેલા ત્રણ કારીગરોને ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવ કર્યો હતો. ફાયરબ્રિગેડે 4 કલાક જેટલી જહેમતભરી કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કોરોનાને કારણે હાલમાં સ્કૂલ બંધ છે અને વિદ્યાર્થીઓ ન હોવાથી સ્કૂલમાં કલરકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

ફાયર ઓફિસર મનીષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં એવો મેસેજ મળ્યો કે અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી છે અને ચાર બાળકો ફસાયાં છે. નરોડા, ઓઢવ ફાયરબ્રિગેડ સહિત ફાયરના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચતાં ખ્યાલ આવ્યો કે સ્કૂલમાં બાળકો નહીં પરંતુ કલરકામ કરનાર 3 મજૂરો ફસાયા હતા. ત્યાર બાદ એક કલાકની મહેનત પછી આગને કાબૂમાં આવી હતી. કલરકામ અને ફર્નિચરનું કામ કરતા ત્રણ મજૂર ફસાયા હતા, જેને દાદર પરથી રેસ્ક્યૂ કરી લેવાયા હતા. કોઈ જાનહાનિ થઈ નથી. સ્કૂલ સંચાલકના જણાવ્યા મુજબ સ્કૂલ બંધ જ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફર્નિચરનું જે કામ ચાલે છે એમાં લાકડાં લગાવવામાં આવતાં સોલ્વન્ટમાં આગને કારણે લાગી હોય શકે છે.

હાલ સ્કૂલ બંધ હોવાથી કલરકામ ચાલતું હતું
હાલ કોરોના મહામારીના કારણે સ્કૂલ-કોલેજો બંધ હોવાથી અંકુર સ્કૂલમાં કલરકામ ચાલતું હતું, પણ ગુરુવારે અચાનક આગ લાગતા કેટલાક કારીગરો સ્કૂલની બહાર નીકળી ગયા હતા. જ્યારે ત્રણ આગથી બચવા સ્કૂલના ધાબે જતા રહ્યા હતા. ફાયરબ્રિગેડે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને ત્રણેયનો આબાદ બચાવ કર્યો હતો.

દુર્ઘટના સમયે સ્કૂલમાં પ્લાયવૂડ અને કલરકામ ચાલી રહ્યું હતું.
દુર્ઘટના સમયે સ્કૂલમાં પ્લાયવૂડ અને કલરકામ ચાલી રહ્યું હતું.

આગની ઘટના અંગે સ્કૂલના ટ્રસ્ટી ડાહ્યાભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલ હજુ બની રહી છે, એડમિશન પ્રક્રિયા ચાલુ છે પરંતુ ચાલુ થઈ નથી. સ્કૂલમાં મજૂરો કામ કરી રહ્યા હતા અને અચાનક જ આગ લાગતાં મજૂરો નીચે આવવાની જગ્યાએ ઉપર જતા રહ્યા હતા. 4 મજૂરોને બચાવી લેવામાં છે. કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણથી લાગી એ અંગે પણ હજુ જાણકારી મળી નથી.

તાજેતરમાં જ આગની ઘટનાના બે બનાવો
અમદાવાદમાં તાજેતરમાં જ આગની ઘટનાના બે બનાવો બન્યા હતા. જેમાંથી એક એસજી હાઇવે પર રાજપથ કલબની સામે આવેલા બાલેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં સવારે આગ લાગી હતી. જેમાં ઓફિસમાં કામ કરતા 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજી ઘટનામાં જમાલપુરમાં આવેલી સુબ્હાખાનની ચાલીમાં આગનો બનાવ બનતા જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તાત્કાલિક ફાયરબ્રિગેડને બોલાવી હતી.

ફાયરની ટીમ દ્વારા 1 કલાકે આગ પર કાબૂ મેળવાયો હતો.
ફાયરની ટીમ દ્વારા 1 કલાકે આગ પર કાબૂ મેળવાયો હતો.

આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ બની નહોતી.બાલેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં આગ લાગતા જ ત્યાં કામ કરતા 6 લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ સ્નોરકેલ વડે ઓફિસમાં આગમાં ફસાયેલા 5 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. જ્યારે દિનેશભાઇ નામનો એક વ્યક્તિ ગભરાઈને પહેલા માળેથી નીચે કૂદી ગયો હતો.

​​​​​નોંધનીય છે કે શહેરના વટવા જીઆઈડીસીમાં ફેઝ-4 ખાતે આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં 20 દિવસ પહેલા કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની તીવ્રતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં 45થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો