વિદ્યાર્થીઓને હાલાકી:એક સેમેસ્ટર પૂરું થયું છતાં સમરસ હોસ્ટેલ ચાલુ ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન, મોંઘી ફી ભરીને PGમાં રહેવા મજબૂર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમરસ હોસ્ટેલ - Divya Bhaskar
સમરસ હોસ્ટેલ
  • સમરસ હોસ્ટેલ ચાલુ કરવાની NSUIએ માંગણી કરી, હોસ્ટેલ શરૂ થશે તો વિદ્યાર્થીઓને રાહત થશે

કોરોના કેસ ઘટ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં એક સેમેસ્ટર પૂરું થવા આવ્યું છે, પરંતુ હજુ સુધી સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી. જેથી બહારગામથી આવતા વિદ્યાર્થીઓને વધુ ફી ભરીને ખાનગી હોસ્ટેલ કે PGમાં રહેવું પડે છે. જ્યાં અન્ય ખર્ચા વધુ થઈ રહ્યા છે. જેથી તાત્કાલિક સમરસ હોસ્ટેલ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને રાહત થાય તેવી NSUIએ માંગણી કરી છે.

હજુ સમરસ હોસ્ટેલ શરૂ નથી કરાઈ
કોરોના શરૂ થયો ત્યારથી સમરસ હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે બંધ કરાવી હતી અને કેસ વધતા સમરસ હોસ્ટેલને ક્વોરન્ટીન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. અત્યારે કેસ ઘટ્યા છતાં હજુ સુધી સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી. જેના કારણે અમદાવાદ બહારથી આવતા અનેક વિદ્યાર્થીઓ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં વધુ ફી ભરીને PG કે ખાનગી ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. ઉપરાંત જમવાનું પણ બહાર જમવું પડે છે, જેથી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. માટે સમરસ હોસ્ટેલ શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.

ભાવિક સોલંકી, NSUIના રાષ્ટ્રીય સંયોજક
ભાવિક સોલંકી, NSUIના રાષ્ટ્રીય સંયોજક

સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન સેન્ટર બનાવાયું છે
NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટેલને હજુ પણ ક્વોરન્ટીન રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. બહારથી આવતા વિદ્યાર્થીઓ મહિને 10,000 કરતા વધુ ખર્ચ કરીને PGમાં રોકાય છે. એક સેમેસ્ટર પૂર્ણ થયું છે છતાં હોસ્ટેલ શરૂ કરાઇ નથી. વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક હોસ્ટેલ શરૂ કરવામાં આવે નહીં તો NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.