હાલાકી:ITની એસેસમેન્ટ નોટિસનો જવાબ ફાઈલ ન થતાં મુશ્કેલી, ઈન્ક્મટેક્સની નવી વેબસાઈટ ચાલતી નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નોટિસ ઓનલાઈન ન દેખાતા જવાબ બાકી રહે છે

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ચાલતી ન હોવાથી કરદાતાઓને મળેલી નોટિસનો જવાબ આપી શકતા નથી. જેને લઇને અધિકારીઓ કરદાતાને એસેસમેન્ટની ડ્રાફ્ટ નોટિસ મોકલી આપી છે. આ નોટિસનો પણ જવાબ ન આપી શકતા કરદાતાને મોટી રકમની ડિમાન્ડ મળવાનો ડર છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 2014-15ના કરદાતાના સ્ક્રૂટિની ઍસેસમૅન્ટ ઓપન કરી નોટિસ પાઠવી છે. જવાબમાં કરદાતાએ ઓનલાઇન ઍસેસમેન્ટ અધિકારીએ પૂછેલા પ્રશ્નોના જવાબ તેમજ દસ્તાવેજ ફાઇલ કરવાના હોય છે. પરંતુ ઘણા કરદાતાને ડિપાર્ટમેન્ટે મોકલેલી નોટિસ મળી છે પરંતુ કરદાતા જ્યારે ઓનલાઇન પોર્ટલ પર તેને વેરિફાય કરે છે ત્યારે નોટિસની માહિતી મળતી નથી. ઘણા કિસ્સામાં કરદાતાઓ દ્વારા જવાબ ફાઇલ કરવામાં આવે ત્યારે રિસિટ જનરેટ થતી નથી.

આ એસેસમેન્ટ પૂરું કરવાની મર્યાદા 30 સપ્ટેમ્બર છે. કરદાતાઓને ડ્રાફ્ટ ઍસેસમૅન્ટ મોટી રકમના મળી રહ્યાં છે પરંતુ તે ડ્રાફ્ટ ઍસેસમૅન્ટ સામે કરદાતાને જવાબ ફાઇલ કરવાની જરૂરી ટેબ અને જરૂરી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ઓનલાઇન ફાઇલ કરવા માટે 5 એમબીથી વધારે સગવડ આપવામાં આવતી નથી. જેને લઇને કરદાતા ઓનલાઇન આવી પડેલી નોટિસ સામે જરૂરી જવાબ કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...