તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નારોલ પીરાણા રોડ પર બે ટ્રક-લકઝરી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માત, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત, પોલીસ ઘટનાસ્થળે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકના ચાલકને સવારની ઠંડીમાં ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે

નારોલ પીરાણા રોડ પર આજે સવારે બે ટ્રક અને એક લકઝરી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા થઇ હતી. ચાર રસ્તા પાસે બસ અને ટ્રક્સ સામસામે આવી જતાં ટક્કર થઈ હતી. બાજુમાંથી આવતી એક આઇશરે પણ ટક્કર મારી હતી. અકસ્માતમાં સામસામે જ ટક્કર થતાં બસ અને ટ્રકના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી રહી છે.

પોલીસે પ્રાથમિક તપાસ કરતા ટ્રકના ચાલકને વહેલી સવારની ઠંડીમાં ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં અકસ્માત થયો હતો. ટ્રક ડિવાઈડર કુદાવી સામે આવતી બસ સાથે ટકરાઈ હતી.

અકસ્માતમાં બસ અને ટ્રકના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો.
અકસ્માતમાં બસ અને ટ્રકના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો.
ઘટનાની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
અન્ય સમાચારો પણ છે...