જાણો ક્યાં ક્યાં તિરંગા મળશે:અમદાવાદના તમામ સિવિક સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટર સહિત 200થી વધુ જગ્યાએ તિરંગાનું વેચાણ થશે

અમદાવાદ9 દિવસ પહેલા

"આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી અન્વ્યે રાષ્ટ્રવ્યાપી આભિયાન "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવતીકાલે સવારે 9થી સાંજે 5 સુધી શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો સિવિક સેન્ટરો તેમજ વોર્ડ ઓફિસ વગેરે જગ્યાએ રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજ વિતરણ શરૂ કરવામાં આવશે. આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક અને પ્રભારી દ્વારા મ્યુનિસિપલ સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી તમામ ઝોનમાં રાષ્ટ્રધ્વજ વિતરણની શરુઆત કરવામાં આવી હતી.

રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજનું વેચાણ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દરેક નાગરિકોને એલ્યુમિનિયમ / વુડન સ્ટીક સાથેના રાષ્ટ્રધ્વજ સરળતાથી મળી શકે તે માટે ઝોનમાંથી વોર્ડ લેવલે જરૂરિયાત મુજબના કાઉન્ટર ઉભા કરીને વેચાણ / વિતરણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવતીકાલથી રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવશે. દરેક ઘર સુધી તિરંગા પહોંચે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી બનવા AMCની અપીલ
તમામ શહેરીજનો સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન “હર ઘર તિરગા” અભિયાનમાં ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી બને એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવે છે. વધુમાં જો કોઈ સંસ્થા કે રાષ્ટ્રપ્રેમીઓને જથ્થામાં રાષ્ટ્રધ્વજની જરૃરિયાત હોય તો તેઓ આસિસ્ટન્ટ સીટી ઈજનેર (સેન્ટ્રલ સ્ટોર્સ) આરતી જાની તથા સેન્ટ્રલ સ્ટોર્સ સુપ્રિટેન્ડન્ટ વિજય મિસ્ત્રીનો સંપર્ક કરી મેળવી શકશે.
(1) એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર, વિરાટનગર
(2) સોનીની ચાલી બ્રીજ પાસે, વિરાટનગર, પૂર્વ ઝોન
(3) નેશનલ હેન્ડલુમ, અજીતમીલ ચાર રસ્તા, વિરાટનગર
(4) ઓશીયા હાયપર માર્કેટ, અમરાઈવાડી
(5) જશોદાનગર બ્રીજ, રામોલ
(6) જડેશ્વર વન, વસ્ત્રાલ
(7) સરખેજ ગામ
(8) મકરબા પોલીસ હેડક્વાટર્સ પાસે, મકરબા
(9) બુટ ભવાની માતાજીના મંદિર પાસે, વેજલપુર ગામ
(10) સંકલિતનગર, જુહાપુરા
(11) પ્રહલાદનગર ગાર્ડન,
(12) ઘુમા બસ સ્ટેન્ડની પાછળ, ઘુમા ગામ

અન્ય સમાચારો પણ છે...