તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્મૃતિ દિવસ:માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અપાઈ, પહેલીવાર ભોગ બનનારના પરિવાર અને આરોપીઓ હાજર રહ્યાં

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા વર્ષથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો અકસ્માત ઘટેઃ ટ્રાફિક જેસીપી

નવેમ્બર માસના ત્રીજા રવિવારે માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ યોજવામાં આવે છે. જેમાં વિશ્વભરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને ઇજા પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. આજે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને રોટરી કલબ તેમજ ATCC દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. પ્રથમ વખત કાર્યક્રમમાં અકસ્માત મૃત્યુ પામેલા સગા અને સંબંધીઓ સાથે અકસ્માત કરનાર આરોપીઓને પણ હાજર રાખી પોતાનાથી થયેલી ભૂલનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

અમદાવાદમાં દર વર્ષે 400થી વધુ લોકોના અકસ્માતમાં મોત
દેશભરમાં દર ચાર મિનિટે અકસ્માતમાં એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. જેમાં અમદાવાદ શહેરમાં દર વર્ષે 400થી વધુ લોકો મોતને ભેટે છે. અમદાવાદ શહેર ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વાહન ચલાવનાર ડ્રાઈવરની બેદરકારી, ઓવરસ્પીડ અને સ્ટોપ લાઇન ભાંગના કારણે જીવલેણ અકસ્માતમાં વાહનચાલકના મોત નીપજે છે. માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામા આવે છે કે આવતીકાલ નવા વર્ષથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેનાથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે.

ફોન પર વાત કરતી વખતે કાબુ ગુમાવતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો તેનું દુઃખ
અકસ્માત કરનાર આરોપીઓએ જણાવ્યું હતું કે ચાલુ વાહને ફોન પર વાત તેમજ મેસેજ કરવાથી વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો અને તેના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો તેનું અમને દુઃખ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ, એટીસીસી, અમદાવાદ ની બધીજ રોટરી ક્લબ , રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ, કર્મણ્યે ફાઉન્ડેશન , કર્મા ફાઉન્ડેશન, શરમીરા સર્વિસીસ, સીઈઈ અને અન્ય એનજીઓ સાથે મળીને સર્વધર્મ પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો