• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Trial Run Of 'Vande Bharat Train' Arrived In Ahmedabad From Today, Will Run At A Speed Of 130, Capacity Of 1128 Passengers, Mumbai Fare Rs.3500

નવરાત્રિથી ટ્રેનનું રેગ્યુલર સંચાલન:અમદાવાદ આવી પહોંચેલી ‘વંદે ભારત ટ્રેન’નો આજથી ટ્રાયલ રન, 130ની સ્પીડે દોડશે, 1128 પેસેન્જરની ક્ષમતા, મુંબઈનું ભાડું રૂ.3500

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
વંદે ભારત ટ્રેન ગુુુરુવારે અમદાવાદ પહોંચી હતી. - Divya Bhaskar
વંદે ભારત ટ્રેન ગુુુરુવારે અમદાવાદ પહોંચી હતી.
  • સપ્તાહમાં 6 દિવસ દોડશે, ફક્ત સુરત ઊભી રહેશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારતની ભેટ પણ ગુજરાતને મળી છે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય તેવી શક્યતા છે. આઈસીએફ કંપની ચેન્નઈ ખાતે તૈયાર થયેલી 16 કોચની આ ટ્રેન પશ્ચિમ રેલવેને સોંપાઈ છે. આ ટ્રેન ગુરુવારે અમદાવાદ આવી પહોંચી છે અને મેઈનટેનન્સ બાદ અધિકારીઓની ઉપસ્થિતિમાં શુક્રવારે અમદાવાદ-મુંબઈ કલાકના 130 કિમીની ઝડપે આ ટ્રેનની ટ્રાયલ લેવાશે. મુંબઈનું ભાડું રૂ.3500 હશે.

ફક્ત સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યું
આરામદાયક સુવિધાથી સજ્જ આ વંદે ભારત સપ્તાહમાં 6 દિવસ દોડશે. અમદાવાદથી સવારે 7.25 વાગે ઉપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઉપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે. ફક્ત સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. હાલ દેશમાં વારાણસી - નવી દિલ્હી અને દિલ્હી - કટરા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે.

6 કલાકમાં મુંબઈ પહોંચાડશે

  • અમદાવાદ-મુંબઈનું 491 કિમીનું અંતર 6 કલાકમાં પૂરું થશે
  • ચેરકાર અને એક્ઝિક્યૂટિવ ચેરકાર સીટ ધરાવતી આ ટ્રેનનું ભાડું શતાબ્દીથી સામાન્ય વધુ અને તેજસ કરતા ઓછું રહેશે.
  • 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે.
  • 2023 સુધીમાં અમદાવાદ-મુંબઈ સહિત 75 રૂટ પર ટ્રેન દોડાવાશે.
  • પેસેન્જરોને ઈન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ જેવી સુવિધા અપાઈ છે.
અન્ય સમાચારો પણ છે...