તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં મર્ડર:બીમારીની સારવાર વચ્ચે યુવાન લોકડાઉનમાં બહેનને ઘરે રોકાયો, વતન જવા નીકળ્યોને મેમ્કો બ્રિજ નીચે અજાણ્યા શખ્સોએ રહેંસી નાંખ્યો

અમદાવાદ10 મહિનો પહેલા
મંદિર સામે જ યુવાનને ધારદાર હથિયારોથી મોતને ઘાટ ઉતારાયો - Divya Bhaskar
મંદિર સામે જ યુવાનને ધારદાર હથિયારોથી મોતને ઘાટ ઉતારાયો
  • મેમ્કો બ્રિજ નીચે યુવાનની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસે આસપાસના CCTVના આધારે તપાસ હાથ ધરી
  • માનસિક બીમારીની સારવાર માટે બહેનના ઘરે આવેલો અને સવારે વતન જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો

શહેરના બાપુનગર વિસ્તારના શ્યામશિખર ટાવર પાસે બહેનના ઘરે માનસિક બીમારીની દવા કરાવવા આવેલો ભાઈ ગઈકાલે પોતાના વતન જવા નીકળ્યો હતો.પરંતુ તે પોતાના ન વતન પહોંચ્યો પણ તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક લોકડાઉન પહેલા બહેનના ઘરે આવ્યો હતો. હાલ શહેરકોટડા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાપુનગરના શ્યામશિખર ટાવર પાસે યુવાન તેની બહેનના ત્યાં રહેતો હતો
આ બનાવની વિગત એવી છે કે, મૂળ ઇટાવાના રામલખનસિંહ માનસિક બીમારીથી પીડાતા હતાં. તેમના બહેન અમદાવાદમાં બાપુનગર પાસે આવેલા શ્યામશિખર ટાવર પાસે રહેતા હતા. ભાઇની બીમારીની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ સમયે લોકડાઉન લાગૂ થતાં રામલખનસિંહ અમદાવાદ જ રોકાઈ ગયો હતો.

મેમ્કો બ્રિજ નીચે સવારે લાશ મળી
બહેનના ઘરે લોકડાઉનમાં રહ્યા બાદ ગઈકાલે રામલખનસિંહ બહેનના ઘરેથી પોતાના વતન જવા માટે બેગ લઈને નીકળ્યો હતો.વહેલી સવારે તેની લાશ મેમ્કો બ્રિજ નીચેથી મળી આવી હતી. રામલખનના શરીર પર ઇજાના નિશાન હતા. આ સમગ્ર બનાવ અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ વિસ્તારમાં આવેલા CCTV તપાસવા માટે પણ પોલીસે પ્રયાસ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...