તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલો હાઉસફુલ:અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં હવે એકપણ વેન્ટિલેટર કે ઓક્સિજન બેડ ખાલી નથી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરમાં કોરોનાની સારવાર માટે આઈસોલેસનના બેડ ખાલી પરંતુ વેન્ટિલેટર કે ઓક્સિજન બેડ નથી.
  • કોવિડ હેલ્થ સેન્ટરમાં આજે સવારની સ્થિતિએ માત્ર બે ઓક્સિજન બેડ ઉપલબ્ધ હતા.
  • હાલમાં કુલ 1070 દર્દીઓ ઓક્સિજન પર તથા 440 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યાં છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. શહેરમાં કોરોનાની સારવાર કરતી 171 ખાનગી હોસ્પિટલો અને 42 કોવિડ કેર સેન્ટરમાં 2જી મેના રોજ સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ 2 ઓક્સિજન બેડ ખાલી છે જ્યારે એકપણ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી. એવામાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓના પરિજનો પણ બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે, છતાં નિરાશા જ હાથમાં આવી રહી છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં 507 બેડ ખાલી છે
શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં 11209 બેડમાંથી 2464 બેડ ખાલી છે, જેમાં 507 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશનના 440, HDUના 67 બેડ ખાલી છે, જ્યારે ઓક્સિજન બેડ તથા વેન્ટિલેટર એકપણ ખાલી નથી. કોવિડ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરમાં 1957 જેટલાં બેડ ખાલી છે. AHNAની વેબસાઈટ મુજબ, 2જી મેના રોજ સવારે 9.30 વાગ્યા સુધીમાં અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 171 ખાનગી હોસ્પિટલમાં 6514 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 2167, HDUમાં 2466, ICUમાં 960 અને ICU વિથ વેન્ટિલેટર પર 414 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનાં 1534 બેડ ખાલી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 266માંથી આઇસોલેન વોર્ડમાં 82, HDUમાં 138, ICU વેન્ટિલેટર વગરમાં 31 અને વેન્ટિલેટર પર 15 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યાં. જ્યારે 42 કોવિડ કેર સેન્ટરમાં 2051માંથી આઇસોલેનનાં 1534 બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં 2378 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 787 બેડ, HDUમાં 1114, વેન્ટિલેટર વિનાનાં ICUમાં 79 અને વેન્ટિલેટર પર 11 દર્દી સારવાર લઈ રહ્યા છે.

કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર જાહેર
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમનાં સગાંની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમનાં સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે એ માટે મેડિસિટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે. તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો