તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાવેલ ઇન કોરોના ટાઇમ:કોરોનાકાળમાં ટ્રાવેલર્સ એક્સપ્લોર કરી રહ્યા છે અનએક્સપ્લોર પ્લેસ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાવેલર્સ માટે હવે ગોવામાં બીચ સાથે વાઇલ્ડલાઇફ અને એડવેન્ચર

કોરોનાના સમયમાં ગોવા જવાનું લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા હતા કારણ કે ગોવામાં કોવિડના કેસ ના બરાબર જ હતા. ગોવામાં નવા એેડવેન્ચર પ્લેસિસને લોકો એક્સપ્લોર કરવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં માત્ર ફોરેનર્સ જ સાઉથ ગોવાને એક્સપ્લોર કરતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોનાના પગલે ફોરેનર્સ ઓછા આવતા હોવાથી ઇન્ડિયન ટૂરિસ્ટ હવે સાઉથ ગોવાને વધુ પસંદ કરી રહ્યા છે.

ગોવામાં વોટરફોલ્સ અને ફોર્ટની મજા માણી શકાય
ગોવા માત્ર બીચ માટે ફેમસ નથી પણ ત્યાં એડવેન્ચર પ્લેસ પણ છે. કરવર, અંબોલી અને ગોકર્ણા જેવા સ્પોટ ખૂબ ફેમસ છે. ગોકર્ણા ગોવાથી 134 કિમી છે, જ્યાં તમે બીચને વધારે એક્સપ્લોર કરી શકો છો. ત્યાં જોવાલાયક ફોર્ટ, વોટરફોલ્સની મજા લઇ શકો છો. - મેઘના શાહ, એડવેન્ચર ટૂરિસ્ટ

ફેરીમાં ટ્રાવેલિંગ કરવાની કંઈક અલગ જ મજા છે
અમદાવાદથી ગોવા ફ્લાઇટ કે ટ્રેનમાં તો ઘણી વખત ગયા છે પરંતુ ફેરીમાં ટ્રાવેલિંગનો અનુભવ કંઇક અલગ જ હતો. આ અનુભવ દરમિયાન ઘણી નવી જગ્યા એક્સપ્લોર કરી, સ્થાનિક લોકો સાથે કનેક્ટ થયા. ગોવા માટે અમે ફેરી પ્રિફર કરી હતી. - અભિનિષા ઝુબીન આશરા, ટ્રાવેલ બ્લોગર

રંગકાલી નદીમાં રિવર રાફ્ટિંગની મજા માણી શકાય
દાંડેલી ગોવાથી 124 કિમી દૂર છે. આ જગ્યા કર્ણાટકમાં આવેલી છે. વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી માટે પ્રખ્યાત છે. અહીં રંગકાલી નદીમાં રીવર રાફ્ટિંગ પણ સરસ થાય છે. કુદરતના ખોળે એટલી બધી જગ્યાઓ છે જેની આપણને ખબર નથી. વર્ષમાં બે વખત ટ્રાવેલ કરવું જોઈએ. -સુનિલ જાેસેફ, કો-ફાઉન્ડર પોઝિટિવ 7

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો