પ્રેમી યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડામાં યુવકે 19 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ચાંદખેડામાં માતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીના પિતાનું કોરોનામાં અવસાન થયું હતું. કોલેજના ફર્સ્ટ યરમાં ભણતી યુવતીને 2019માં સાબરમતીના રામનગરમાં રહેતા ફેનિલ વાઘેલા સાથે પરિચય થતાં, બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ફેનિલ અને યુવતી સાથે હરવા-ફરવા અને હોટેલમાં જમવા જતાં હતાં. ફેનિલ યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. 2022માં યુવતીએ ફેનિલને લગ્ન કરવાનું કહેતાં તેણે કહ્યું, મારે બીજી યુવતી સાથે પ્રેમ છે, હું તારી સાથે લગ્ન નહીં કરું. હું તો શારીરિક સંબંધ માટે જ તારી સાથે લગ્નની વાત કરતો હતો. આ સાંભળીને યુવતી હેબતાઈ ગઈ હતી.
ફેનિલે લગ્નની લાલચ આપી યુવતીની મરજી વગર વારંવાર દુષ્કર્મ કરી જિંદગી બરબાદ કરી નાખતાં યુવતીને સતત મરવાના વિચાર આવતા હતા. આથી તેણે 16 મેએ રાત્રે 2 વાગે પોતાના ઘરમાં પડેલી ઊંઘની ગોળીઓ ખાઈ લેતાં, તેને ઊલટી થતાં તેની માતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.