તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Trapped In A Vicious Cycle Of Interest, A Poor Rickshaw Driver Mortgaged His Rickshaw, Fed Up With The Threat Of A Usurer And Attempted Suicide.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરોનો ત્રાસ:વ્યાજ ચૂકવવા ગરીબ રીક્ષા ચાલકે પોતાની રીક્ષા ગીરવે મૂકી, વ્યાજખોરની ધમકીથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વ્યાજખોરોએ રીક્ષા ચાલકને કલોલમાં પગ પણ મુકીશ તો જીવતો નહી રહેવા દવુ તેવી ધમકી આપી

ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકે સ્થાનિક ત્રણ શખસો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજના પૈસા ચૂકવવા ફરી વ્યાજે પૈસા અને લોન લીધી હતી. જો કે વ્યાજખોરોની વ્યાજની માંગણી અવાર નવારની ધાકધમકીથી તંગ આવીને યુવકે ઘરમાં પડેલ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યાજખોરોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેતનભાઈએ વ્યાજે રૂ.25 હજાર લીધા હતા
ચાંદખેડાના રાવળવાસમાં રહેતા કેતનભાઈ રાવળ આજથી છ મહિના પહેલા રીક્ષા ચલાવતા હતા ત્યારે ચાંદખેડા ગામમાં રહેતા અને ફાયનાન્સનો ધંધો કરતા જીગો દરબાર પાસેથી કેતનભાઈએ વ્યાજે રૂ.25 હજાર લીધા હતા. કેતનભાઈ સમયસર વ્યાજ ચૂકવતા હતા. દરમિયાન એક મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી હોવાથી જીગાભાઈએ વ્યાજના પૈસા માટે ફોન કરી ધમકી આપતા હતા.

વ્યાજખોરોની ધમકીથી કંટાળીને ઘરમાંથી ફિનાઈલ પીધું
વ્યાજખોરોની ધમકીથી કંટાળીને ઘરમાંથી ફિનાઈલ પીધું

કેતનભાઈએ 30 હજાર રૂપિયામાં રીક્ષા વેચી
કેતનભાઈએ કલોલ ખાતે રહેતા રફીકભાઈને તેમની રીક્ષા રૂ. 30 હજારમાં વેચી હતી. જેમાં 15 હજાર લીધા હતા. બાકીના રૂ.15 હજાર રીક્ષાના કાગળો આપે પછી આપવાનું જણાવ્યુ હતુ. કેતનભાઈએ જીગા દરબારને પૈસા આપ્યા હતા. ત્યારબાદ કેતનભાઈ તેમના મિત્રની રીક્ષા ભાડેથી ચલાવતા હતા. જો કે જીગો દરબાર અવાર નવાર પૈસા અને વ્યાજ માટે ધમકી આપતો હતો. દરમિયાન રફીકનો ફોન આવ્યો હતો અને કહેતો હતો કે રીક્ષાના કાગળ આપી જા. જો કે કેતનભાઈએ જણાવ્યુ હતુ કે રીક્ષાના કાગળ મળતા નથી તમને તમારા રૂ.30 હજાર પરત આપીને મારી રીક્ષા હું લઈ જવું છુ.

જાનથી મારી નાંખવાની ધમકી આપી
જો તારી રીક્ષા પાછી જોઈતી હોય તો તારે મને રૂ.60 હજાર આફવા પડશે અને જો કલોલમાં પગ પણ મુકીશ તો જીવતો નહી રહેવા દવુ તેવી ધમકી આપી હતી. કેતનભાઈએ રફીકને રૂ.30 હજાર ચૂકવ્યા અને ઘણી આજીજી કરી તેમ છતા રીક્ષા આપી ન હતી. ત્યારબાદ જીગો દરબાર અને રફીક અવાર નવાર પૈસા માટે ફોન કરી ધાકધમકી આપતા હોય કેતનભાઈએ પત્નીના નામે લોન લઈ જીગાને પૈસા ચૂકવી આપ્યા હતા. દરમિયાન ઘરમાં પૈસાની જરૂરીયાત ઉભી થતા કેતનભાઈએ ચાંદખેડામાં વ્યાજવટાવનો ધંધો કરતા ભાવેશભાઈ પાસેથી રૂ.15 હજાર રૂપિયા લીધા હતા.

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

કેતનભાઈએ ઘરમાં પડેલ ફીનાઈલ પી લીધું
ત્યારબાદ કેતનભાઈને ભાવેશે 50 દિવસ સુધી રોજ રૂ.300 ચૂકવ્યા હતા. પૈસાની સગવડ ન થતા પૈસા ચૂકવ્યા ન હોવાથી ભાવેશ, જીગાભાઈ દરબાર અને રફીકભાઈ અવાર નવાર પૈસાની ઉઘરાણી માટે ફોન કરી ધાકધમકી આપતા હોવાથી તંગ આવીને કેતનભાઈએ ઘરમાં પડેલ ફીનાઈલ પી લીધું હતુ. કેતનભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હાય. બીજી બાજુ ચાંદખેડા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં કેતનભાઈએ જીગાભાઈ દરબાર, રફીકભાઈ અને ભાવેશભાઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો