પેસેન્જરોને હાલાકી:શપથ વિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોદી મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા - Divya Bhaskar
મોદી મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા
  • રવિવારે અમિત શાહ અને આસામના CM આવ્યા હતા
  • જીએ ટર્મિનલ બંધ કરવાથી અન્ય ફ્લાઇટના પેસેન્જરોને હાલાકી

ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળના શપથવિધિ સમારોહ આવતીકાલ સોમવારે ગાંધીનગરના હેલિપેડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં હાજર રહેનારા મહાનુભાવોના કારણે અમદાવાદ એરપોર્ટ પર વીઇઆપી મુવમેન્ટ શરૂ થઇ ગઇ છે. પીએમ મોદી એરફોર્સના પ્લેનમાં, કેન્દ્રીય ગ્રૃહ મંત્રી અમિત શાહ બીએસએફના વિમાન અને આસામના સીએમ હેમંતા બિસ્વા શર્મા ચાર્ટર્ડ લઇને અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં અન્ય આઠ રાજ્યના મુખ્યપ્રધાનો હાજરી આપવાના છે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ કિલ્લેબંધીમાં ફેરવાયું હતું. આસામના સીએમ રવિવારે સાંજે 6.30 વાગે આવ્યા હતા જ્યારે અન્ય સાત રાજ્યના મુખ્યપ્રધાન સોમવારે આવવાના છે. અમદાવાદ એરપોર્ટ પર 20 ચાર્ટર્ડ વિમાનોની આવનજાવનના કારણે એરપોર્ટ વ્યસ્ત રહેશે.

7 રાજ્યના સીએમ ચાર્ટર્ડ લઇને આવશે

સ્ટેટસીએમ
યુપીયોગી આદિત્યનાથ
હરિયાણામનોહર લાલ
ગોવાપ્રમોદ સાવંત
કર્ણાટક

બાસવરાજ બોમાઇ

મધ્ય પ્રદેશ

શિવરાજસિંહ ચૌહાણ

મહારાષ્ટ્રએકનાશ શિંદે
ઉત્તરાખંડપુષ્કરસિંહ ધામી

​​​​​​​મુસાફરોએ બે કલાક વહેલા પહોંચવું પડશે

સોમવારે દિવસ દરમિયાન વીઆઇપી મુવમેન્ટ રહેશે જેના કારણે ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોને પણ કોઇ હાલાકી અથવા ફલાઇટ ચૂકી ન જાય માટે તેમને ખાસ કરીને એરપોર્ટ પર ડિપાર્ચરના બે કલાક એરપોર્ટ પહોંચવા સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...