તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડધું ગુજરાત કોરોનામુક્તિ તરફ:33માંથી 17 જિલ્લામાં સંક્રમણ અટક્યું, 8 જિલ્લામાં 5થી નીચે; 9માં 15થી ઓછા એક્ટિવ કેસ, ડાંગમાં શૂન્ય

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાપુતારામાં રવિવારે પર્યટકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. - Divya Bhaskar
સાપુતારામાં રવિવારે પર્યટકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા.
  • રિકવરી રેટ 99%ની નજીક પહોંચ્યો, રાજ્યમાં હવે 10 દર્દી વેન્ટિલેટર પર
  • 10 જિલ્લામાં 20 દિવસથી અને 25માં 10 દિવસથી એકપણ મોત નોંધાયું નહીં
  • રાજકોટ નજીકના 5 જેટલાં ગામમાં 90થી 95% વેક્સિનેશન થવા પામ્યું
  • સપ્ટેમ્બર સુધી કેસ નહીં વધે તો ત્રીજી લહેર નહીં આવે

ગુજરાતના 33માંથી 17 જિલ્લામાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે, જેમાંથી 8 જિલ્લામાં 5થી ઓછા, 9માં 15થી ઓછા કેસ‌ છે. ડાંગ જિલ્લામાં એકપણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ જ‌ કેસ ઘટ્યા હતા. રાજ્યમાં અત્યારે કુલ એક્ટિવ ‌કેસ 2467માથી 1849 કેસ, એટલે કે 74.94% સાત મહાનગરપાલિકામાં જ છે. કેસ ઝડપથી ઓછા થવા પાછળ રસીકરણ ‌પણ એક કારણ છે. રાજ્યમાં 18+ના રસીકરણ માટે માન્ય 4.93 કરોડ વસતિમાંથી 2.08 કરોડ, એટલે કે 42%ને પહેલો ડોઝ મળી ગયો છે.

એક્સપર્ટ ‌પણ કહી ચૂક્યા છે કે જો 70% વસતિને પહેલો ડોઝ મળી જાય તો ત્રીજી લહેરની‌ ભયાનકતા 90% સુધી ઓછી થઈ જશે. 5 જેટલા એવાં ગામો છે, જ્યાં 90%થી લઈ 95% જેટલી વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે કે 13 ગામડાં એવાં છે, જ્યાં વેક્સિનની કામગીરી 80%થી લઈ 85% સુધી પહોંચી છે. તો બીજી તરફ 20 ગામડાં એવાં છે, જ્યાં વેક્સિનની કામગીરી 70%થી લઇ 80% સુધી પહોંચી છે. ત્યારે આવનારા દિવસોમાં ગામડાંમાં વેક્સિનની કામગીરી 100% સુધી પહોંચે એ માટે જુદી જુદી ટીમ પણ બનાવવામાં આવી છે.

ગણિતીય મોડલના આધારે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સભ્ય મનીન્દર અગ્રવાલનું અનુમાન...
ત્રણ સંભાવના

  • આશાવાદી - ઓગસ્ટ સુધી બધું સામાન્ય થઈ જશે, નવો મ્યૂટેટ નહીં આવે. કોરોનાનો અંત થશે.
  • મધ્યમ આશા - ઓગસ્ટ સુધી બધું સામાન્ય થવાની સાથે વેક્સિનેશન 20% સુધી ઓછું અસરકારક હશે.
  • નિરાશવાદી - નવો વેરિયેન્ટ ઝડપથી ફેલાશે. ઓક્ટો.-નવે.માં 1.5 લાખ જેટલા કેસ આવશે.

...અહીં 10થી ઓછા એક્ટિવ કેસ

જિલ્લોનવાએક્ટિવવસતિપહેલો ડોઝ
ડાંગ001.85 લાખ27%
પાટણ0210.95 લાખ34%
તાપી136.58 લાખ39%
દાહોદ0217.45 લાખ27%
મોરબી127.91 લાખ31%
છોટાઉદેપુર038.74 લાખ30%
સુરેન્દ્રનગર0512.73 લાખ33%
પંચમહાલ1613.39 લાખ34%
નર્મદા054.81 લાખ42%
સાબરકાંઠા0911.45 લાખ41%

(વસતિ વેક્સિનેશનના વ્યાપમાં આવનારી 18 વર્ષથી ઉપરની)

...અને અહીં 15થી ઓછા કેસ

જિલ્લાનવાએક્ટિવવસતિપહેલો ડોઝ
બોટાદ0115.32 લાખ29%
કચ્છ11117.06 લાખ35%
દ્વારકા1126.10 લાખ41%
ખેડા01316.84 લાખ35%
મહીસાગર0138.11 લાખ45%
બનાસકાંઠા11425.45 લાખ32%
ભરૂચ21412.65 લાખ46%

(વસતિ વેક્સિનેશનના વ્યાપમાં આવનારી 18 વર્ષથી ઉપરની)

કુલ 2467 એક્ટિવ કેસમાંથી 74.94% માત્ર 7 કૉર્પોરેશનમાં...

જિલ્લાનવાએક્ટિવવસતિપહેલો ડોઝ
અ’વાદ19108141.86 લાખ58%
સુરત1048833.53 લાખ52%
વડોદરા310313.14 લાખ76%
રાજકોટ8559.92 લાખ72%
ભાવનગર1334.54 લાખ56%
જામનગર1463.34 લાખ83%
જૂનાગઢ0432.39 લાખ51%

(વસતિ વેક્સિનેશનના વ્યાપમાં આવનારી 18 વર્ષથી ઉપરની)