IPS અધિકારીઓની ટ્રાન્સફર:વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ 12 અધિકારીની બદલી, અશ્વિન ચૌહાણને કરાઈ પોલીસ એકેડેમી ખસેડાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તે પહેલા ચૂંટણી પંચના ટકોર બાદ આજે 12 આઈપીએસ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ઝોન ફોર પીસીપી મુકેશ પટેલ તેમજ ટ્રાફિક જીસીપી અશ્વિન ચૌહાણની પણ બદલી કરવામાં આવી છે. આ સમગ્ર બદલીઓ ચૂંટણીલક્ષી બદલી હોવાનું માનવામાં આવે છે. આ બદલીઓ બાદ હજુ જે પણ બદલીઓ થશે તેમાં ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ કરાય તેમની પણ આગામી સમયમાં બદલી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આજે કરવામાં આવેલી બદલીમાં અમદાવાદના આઇપીએસ સહિત ગુજરાતના કુલ 12 આઇપીએસને બદલી કરવામાં આવ્યા છે.

અશ્વિન ચૌહાણને કરાઇ ખસેડાયા
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે આજે અમદાવાદ શહેરના ટ્રાફિકના પોલીસ કમિશનર અશ્વિન ચૌહાણની બદલી કરી કરાઇ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના ઝોન ફોર ડીસીપી મુકેશ પટેલની બદલી કરી સીઆઇડી ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ કાનન દેસાઈને હેડ ક્વોટરથી સીધા ઝોન ફોર ડીસીપી બનાવવામાં આવ્યા છે.

ઉષા રાડાને ગ્રુપ 11 એસઆરપીએફ તરીકે મૂકાયા
આજે જાહેર કરાયેલી યાદી પ્રમાણે એન.એન. ચૌધરીને કરાઈ એકેડેમીથી અમદાવાદના ટ્રાફિક જેસીપી બનાવવામાં આવ્યા છે. રાજન સુસરાને ઝોન વન સુરતથી ખસેડીને મરીન ટાસ્ક ફોર્સ હજીરા ખાતે મૂકવામાં આવ્યા છે. ઉષા રાડાને ઝોન ત્રણ ડીસીપી સુરતથી ગ્રુપ 11 એસઆરપીએફ તરીકે મૂકવામાં આવ્યા છે. હર્ષદ પટેલ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં હતા તેમને પોલીસ એમ ટી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર મૂકવામાં આવ્યા છે.

હેતલ પટેલને સુરત મૂકવામાં આવ્યા
પિનાકીન પરમારને મરીન ટાસ્ક ફોર્સથી ખસેડીને ઝોન ત્રણ ડીસીપી સુરત ખાતે મૂકવામાં આવ્યા છે. ભદ્રેશ વાઘેલાને વડોદરા સેન્ટ્રલ જેલથી ખસેડીને અમદાવાદના ટ્રાફિક ડીસીપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. હેતલ પટેલને એસઆરપીએફ ગ્રુપ 11થી ખસેડીને સ્પેશિયલ બ્રાન્ચ સુરત મૂકવામાં આવ્યા છે.

ભક્તિ ઠાકરને સુરત ઝોન 1 ડીસીપી બનાવાયા
કોમલ વ્યાસને એસઆરપી ગ્રુપ સેવન ખેડાથી ખસેડીને અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમમાં મુકવામાં આવ્યા છે. કાનન દેસાઈને અમદાવાદમાં ઝોન 4 ખાતે મૂકવામાં આવ્યા છે અને અમદાવાદ ટ્રાફિક ટીસીપી ભક્તિ ઠાકરને હવે સુરત ઝોન 1 ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલાં IAS અધિકારીઓની બદલી
જોકે, આ પહેલાં રાજ્યના 23 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારસન મૂકવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ-ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ત્યારે ડી.એસ. ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જી.ટી. પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બી.આર. દવેની તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બી.કે. પંડ્યાની મહીસાગર-લુણાવાડાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણા ડી.કે.ની ગાંધીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વડોદરામાં આઠ પોલીસ-ઇન્સ્પેક્ટરની બદલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાં જ પોલીસબેડામાં બદલીઓના દૌર શરૂ થયા છે. ત્યારે લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓની પણ પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરવામાં આવી રહી છે, જેમાં શહેરના આઠ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાઇ છે. વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહે શહેરના 8 બિનહથિયારી પોલીસ-ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ કર્યા છે, જેમાં લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા સાત પીઆઇની પોલીસ સ્ટેશનોમાં બદલી કરાઇ છે. તો એક પીઆઇને પોલીસ સ્ટેશનમાંથી લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં મુકાયા છે.

એક સપ્તાહ પહેલાં ગાંધીનગરમાં 13 પોલીસ-ઈન્સ્પેક્ટરની બદલી કરાઈ
ગાંધીનગર જિલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલે દશેરાની પૂર્વ સંધ્યાએ ગંજીપો ચીપીને જિલ્લાના 13 પોલીસ-ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે, જ્યારે ખાતાકીય પરીક્ષા પાસ કરીને બઢતી મેળવનાર પાંચ પીએસઆઇને પણ પોલીસ મથકોમાં નિમણૂક કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડાનું મહત્ત્વનું અંગ ગણવામાં આવતી લોકલ ક્રાઇમ બ્રાંચ 1 અને 2ના બંને પીઆઈની જામનગર અને જૂનાગઢ બદલી થતાં લોકલ ક્રાઇમ બ્રાંચમાં કોની નિમણૂક થાય છે, એના પણ સૌ કોઇની મીટ મંડાયેલી છે. ત્યારે ડીવાયએસપી એમ કે. રાણા વય નિવૃત્ત થતાં ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક તરીકે ડીએસ પટેલે પણ વિધિવત્ ચાર્જ સંભાળી લીધો છે.

અગાઉ અમદાવાદમાં 13 પીઆઈને પોસ્ટિંગ અને 4ની આંતરિક બદલી કરાઈ
અગાઉ અમદાવાદમાં 13 પીઆઈને પોલીસ કમિશનરે શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું, જેમાં એસ.જે. ભાટિયાને નરોડા, બી.ડી. ગોહિલને રાણીપ, એ.ડી. ગામીતને કંટ્રોલ રૂમ, ડી.બી.પટેલને સાયબર ક્રાઈમ, વી.જે. ફર્નાન્ડિસને ટ્રાફિક, પી.એચ.ભાટીને ગાયકવાડ હવેલી ફસ્ટ, પી.બી.ઝાલાને ટ્રાફિક, કે.પી.સોરઠિયાને સાયબર ક્રાઈમ, બી.એમ. પટેલને કૃષ્ણનગર, સી.જી. જોશીને વાડજ, એમ.ડી.ચંપાવતને સ્પેશિયલ બ્રાંચ, પી.બી.દેસાઈને સ્પેશિયલ બ્રાંચ, પી.વી.વાઘેલાને શાહપુરમાં જ્યારે વાડજના બી.એલ.વડુકરને નારણપુરા, નરોડાના કે. વાય.વ્યાસને સેટેલાઈટ, કૃષ્ણનગરના એ.જે.ચૌહાણને કાલુપુર ફસ્ટ તેમજ ગાયકવાડ હવેલીના આર.એચ.સોલંકીને કંટ્રોલ રૂમમાં મુકાયા છે.

77 IPS અધિકારીની એકસાથે બદલી
આ અગાઉ 57 IPSની બદલી, જ્યારે 20ની બઢતી થઈ હતી. એમાં 9 DySP જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. અમદાવાદમાં પણ બદલીઓ થઈ છે. આ સાથે રાજ્યમાં કડક છબિ ધરાવતા નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરાઈ છે. રાજ્યમાં બદલીઓ કરવામાં આવી છે એમાં DySPમાંથી પ્રમોશન મેળવીને SPS બનેલા અધિકારીઓ, જેમનું પોસ્ટિંગ બાકી હતું તેમનું પણ આજે પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...