પોલીસ કમિશનરનો આદેશ:અમદાવાદના આનંદનગર, ચાંદખેડા, ખોખરા સહિતના 10 PIની બદલી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આનંદનગર, ચાંદખેડા અને ખોખરા સહિતના 10 પોલીસ સ્ટેશનના પીઆઈની આંતરિક બદલી કરી છે. પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી આ બદલીઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને બેદરકારીને ધ્યાને રાખીને કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોથી જાણવા મળ્યું છે.

વિવિધ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈની આંતરિક બદલીઓમાં આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એસ.રોયની બદલી એસઓજીમાં કરાઈ છે, જ્યારે આનંદનગર પીઆઈ તરીકે શાહપુર સેકન્ડ પીઆઈ કે.એસ. પટેલને મૂકવામાં આવ્યા છે. ઉપરાંત સ્પેશિયલ બ્રાંચના પીઆઈ ડી.ડી. ગોહિલને ઈસનપુર સિનિયર તરીકે જ્યારે ઈસનપુર સિનિયર પીઆઈ જે.વી. રાણાની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરવામાં આવી છે.

આ સિવાય કંટ્રોલ રૂમના પીઆઈ કે.એસ. ચૌધરીની બદલી ખોખરા પીઆઈ તરીકે અને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પીઆઈ વી.એમ. દેસાઈની બદલી ચાંદખેડા પીઆઈ તરીકે કરાઈ છે. કંટ્રોલ રૂમના પીઆઈ આઈ.ટી.દેસાઈને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ જ્યારે ખોખરા પીઆઈ વાય.એમ. ગામીતને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત, મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જી. કટારિયાની બદલી ઈઆરએસએસમાં કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...