યાત્રીગણ કૃપયા ધ્યાન દે...:વરસાદને પગલે ટ્રેનો મોડી ઊપડી, આજે ડુંગરપુર સ્પેશિયલ ટ્રેન રદ; અમદાવાદ-ગોરખપુર, શાંતિ એક્સપ્રેસ લેટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગોધરા સ્ટેશન પર વરસાદી પાણી ભરાઈ જતા ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું હતું, જેના પગલે ગોધરા થઈ દોડતી અમદાવાદ સહિત અન્ય રૂટની ટ્રેનો મોડી પડી હતી, જેમાં અમદાવાદ આવતી ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ અને ઈન્દોર - ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ ટ્રેનો પણ મોડી આવી હતી.

જેના પગલે મંગળવારે અમદાવાદથી સવારે 9.10 વાગે ઊપડતી અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ 6.20 કલાક મોડી બપોરે 15.30 વાગે ઊપડી હતી. એ જ રીતે ગાંધીનગર કેપિટલ - ઇન્દોર શાંતિ એક્સપ્રેસ પણ નિર્ધારિત સમય સાંજે 6.15 વાગ્યાને બદલે 1.45 કલાક મોડી સાંજે 8 વાગે ગાંધીનગર કેપિટલથી રવાના થઈ હતી. જ્યારે ડભોઈ-ચાંણોદ સેક્શનમાં ભારે વરસાદને પગલે ટ્રેક ધોવાઈ જતા આ રૂટ પર ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવાયું છે.

બીજી તરફ અમદાવાદ ડિવિઝનમાં અસારવાથી હિમ્મતનગર, અસારવાથી ડુંગરપુર વચ્ચે દોડતી ડેમુ સ્પેશિયલ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા તેનું સંચાલન રદ કરી દેવાયું છે. 13 જુલાઈની હિમ્મતનગર - અસારવા ડેમૂ, અસારવા - ડુંગરપુર ડેમૂ તેમજ ડુંગરપુર - અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન પણ રદ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...