હાલાકી:રાજકોટ રૂટ પર ટ્રેક ડબલિંગને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 રદ, 8 આંશિક રદ અને 1 રિશેડ્યુલ​​​​​​​ કરાઈ

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનના વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે, જેને કારણે 31 મેથી 11 જૂન સુધી રેલ ટ્રાફિકને અસર થશે. આથી બે ટ્રેન રદ, 8 ટ્રેન આંશિક રદ, 1 રિશેડ્યુલ અને 4 ટ્રેન 20 મિનિટથી એક કલાક મોડી પડશે. જે ટ્રેનોને રદ કરવામાં આવી છે તેમાં વડોદરા-જામનગર ઇન્ટર.એક્સપ્રેસ 31 મેથી 10 જૂન સુધી રદ કરાઈ છે. જ્યારે જામનગર-વડોદરા ઇન્ટર.એક્સ. 1 જૂનથી 11 જૂન સુધી રદ કરાઈ છે.

અમદાવાદ-હાવડા એક્સ.ને 6 મહિના ચાંદુર સ્ટેશને સ્ટોપેજ

પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ-હાવડા એક્સપ્રેસને 6 મહિના માટે ચાંદુર સ્ટેશને સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ ટ્રેન નં.12833/12834 અમદાવાદ-હાવડા એક્સપ્રેસને 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે ચાંદુર સ્ટેશને સ્ટોપેજ અપાશે.

  • ટ્રેન નં.12833 ટ્રેનનું ચાંદુર સ્ટેશન પર આગમન 15.26 અને પ્રસ્થાન 15:27 કલાકે થશે.
  • ટ્રેન નં.12834 હાવડા-અમદાવાદ એક્સ.ટ્રેનનો ચાંદુર સ્ટેશન પર આગમન 20.54 અને પ્રસ્થાન 20:55 કલાક થશે.
અન્ય સમાચારો પણ છે...