તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ટ્રેન, સ્ટેશન પર ગેરકાયદે વેન્ડરો બમણી કિંમતે લૂઝ ભોજન વેચે છે, કાલુપુર સ્ટેશન પર સરસપુર બાજુથી વેન્ડરો ઘૂસી જાય છે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પેસેન્જરો ફરિયાદ કરે છે, પણ ચોક્કસ કાર્યવાહી થતી નથી

અમદાવાદ સહિત મુખ્ય સ્ટેશનો પર તેમ જ ચાલુ ટ્રેનમાં હાલ ભોજન સહિત અન્ય ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ છે તેમ છતાં અનઓથોરાઇઝ્ડ વેન્ડરો ખુલ્લેઆમ રેલવે સ્ટેશન તેમ જ ટ્રેનમાં પેસેન્જરો પાસેથી ઓર્ડર લે છે અને તેમને 50 રૂપિયાની કિંમતનું ભોજન 120 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધીની કિંમતે આપી ખુલ્લેઆમ લંૂટ ચલાવી રહ્યા છે.

અમદાવાદ સ્ટેશન પર સરસપુર સાઈડમાંથી રોજ કેટલાક અનઓથોરાઈઝ્ડ વેન્ડરો સમોસા સહિત અન્ય નાસ્તો તેમ જ ભોજનની થાળી પેક કરી સ્ટેશન પર આવતી જતી ટ્રેનમાં વધુ કિંમતે વેચી રહ્યા છે. જો કોઈ પેસેન્જર કિમત અંગે રકઝક કરે અને બિલની માગણી કરે તો થોડી વાર રકઝક કર્યા બાદ આ વેન્ડરો બિલ લેવા જવાનું કહી રૂપિયા લેવા પાછા આવતા પણ નથી. તાજેતરમાં જ શહેરના એક પેસેન્જર જેઓ દિલ્હીથી આશ્રમ એક્સપ્રેસમાં પરત અમદાવાદ આવી રહ્યા હતા, તેમણે પણ વેન્ડર પાસે બિલની માગણી કરી ત્યારે વેન્ડરે તેમની સાથે રકઝક કરી હતી. ત્યારબાદ પેસેન્જરે ટીટીઈની મદદથી રેલવેમાં ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે ટ્રેનમાંથી વેન્ડરની ધરપકડ કરી હતી. જોકે તે જામીન પર છૂટી ગયો હતો. ટ્રેનમાં આ રીતે ગેરકાયદે ફરી ખાદ્ય પદાર્થો વેચતા અનઅધિકૃત વેન્ડરો સામે પેસેન્જરો સતત ફરિયાદો કરે છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી.

‘નો બિલ નો પેમેન્ટ’ યોજના અમલમાં છે
તમામ પેસેન્જરોએ સ્ટેશન પર ખાણીપીણીના સ્ટોલ પરથી કે ટ્રેનમાં ફરતા વેન્ડર પાસેથી જ પ્રિન્ટેડ ભાવે જ પેક્ડ ફૂડ કે પાણીની બોટલ સહિતની વસ્તુઓ ખરીદવી જોઈએ. વધુમાં તેમની પાસેથી વસ્તુની ખરીદી અંગેનું બિલ પણ ચોક્કસ માગવું જોઈએ. અનઅધિકૃત વેન્ડરોને રોકવાની સાથે તેઓ વધુ ચાર્જ વસૂલ ન કરે તે માટે રેલવે દ્વારા ‘નો બિલ નો પેમેન્ટ’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જો કોઈ વેન્ડર કે સ્ટોલ માલિક બિલ નહીં આપે તો પેમેન્ટ લેવાનો હકદાર પણ નથી.

અન્ય સમાચારો પણ છે...