નવો નિયમ:ટ્રેનની રદ ટિકિટના રિફંડ માટે હવે 3 દિવસ જ મળશે, 3 દિવસમાં ટિકિટ ડિપોઝિટ રિસીટ ભરવી પડશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રેલવેએ ટિકિટ કેન્સલ થતાં રિફંડ મેળવવા માટે પેસેન્જરોને ત્રણ દિવસમાં ટીડીઆર (ટિકિટ ડિપોઝિટ રિસીટ) ભરવી પડશે. જો ત્રણ દિવસમાં પેસેન્જરો ટીડીઆર રિપોર્ટ નહીં ભરે તો તેમના ટિકિટના પૈસા પાછા નહીં મળે.

કોરોના મહામારી દરમિયાન રેલવેએ ટીડીઆર ભરવા માટે 6 મહિના સુધીનો સમય આપ્યો હતો જે હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ઘણીવાર ટ્રેનો છેલ્લી ઘડીએ રદ કરી દેવાય છે. આવા સંજોગોમાં ટિકિટ કેન્સલ થતા મોટા સ્ટેશનો પર રિઝર્વેશન કાઉન્ટર પર પૂરતંુ બજેટ હોવાથી પેસેન્જરોને તત્કાલ રિફંડ રૂપિયા ચૂકવી દેવામાં આવે છે. પરંતુ રિઝર્વેશન કાઉન્ટર ન હોય તેવા નાના સ્ટેશનો પર ટિકિટ કેન્સલ કરાય છે અને રિફંડના નાણાં તત્કાલ ચૂકવાતા નથી. ત્યાં પેસેન્જરોને ટીડીઆર રિપોર્ટ ભરવો પડે છે અને તેના આધારે તેમને પાછળથી રૂપિયા રિફંડ મળે છે.

4 કલાક પૂર્વે ટિકિટ રદ તો રિફંડ નહીં
નિયમ મુજબ જો પેસેન્જર એડવાન્સ કન્ફર્મ ટિકિટ ટ્રેન ઉપડવાના 4 કલાકની અંદર રદ કરાવે તો તેમને રિફન્ડના કોઈ નાણાં મળતા નથી. એજરીતે 4 કલાકથી 24 કલાકની અંદર ટિકિટ રદ કરાવતા 50 ટકા રૂપિયા રિફંડ મળે છે.

અન્ય સમાચારો પણ છે...