મોર્નિંગ ન્યૂઝ બ્રીફPM મોદી આજે ગુજરાતમાં:બરવાળા લઠ્ઠાકાંડ 57ને ભરખી ગયો, 97 સારવાર હેઠળ, 2022-23નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર, તારીખ 28 જુલાઈ, અષાઢ વદ અમાસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) PM મોદી ગુજરાત આવશે, સાબર ડેરીના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
2) આજથી કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવા માટે આજથી ત્રણ દિવસ ખાસ અભિયાન
3) આજથી બ્રિટનના બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) બરવાળા લઠ્ઠાકાંડ 57 લોકોને ભરખી ગયો, 97 હજુ સારવાર હેઠળ
ઝેરી કૅમિકલ પીવાથી થયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. પરંતુ બુધવારે બે દર્દીના મોત થયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. આમ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 57એ પહોંચ્યો છે. જ્યારે 97 દર્દીની હજુ સારવાર ચાલી રહી છે.

વાંચો સમાચાર વિગતવાર
2) ઝેરી દારુના કારણે બાળકે પિતાની છત્રછાયા ગુમાવી; ફોટો લઈને પૂછી રહ્યો છે- મારા પપ્પા ક્યારે આવશે?
લઠ્ઠાકાંડમાં રોજિદ ગામમાં મૃત્યુઆંક વધીને 12એ પહોંચ્યો છે. ગામમાં અનેક લોકોના જીવનને ખૂબ જ માઠી અસર પહોંચી છે. તો ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક 3 વર્ષના બાળકે ઝેરી દારુના કારણે પોતાના પિતા ગુમાવ્યા છે. હવે તે બાળક પોતાના વિધવા બા સાથે રહેશે. બાળકને ખ્યાલ પણ નથી કે તેના સાથે શું થઈ રહ્યું છે. તે તો બિચારું પપ્પાનો ફોટો લઈને રાહ જોઈ રહ્યુ છે કે હમણાં મારા પપ્પા આવશે ને મને મીઠો માવો ખવડાવશે.

વાંચો સમાચાર વિગતવાર
3) ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે, આ રહ્યું 80 રજાઓનું લિસ્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર થયું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે.

વાંચો સમાચાર વિગતવાર
4) લઠ્ઠાકાંડ મામલે વિપુલ ચૌધરીનો બફાટ, સરકારે સહકારી ક્ષેત્રે એજન્સીઓ આપી દૂધની માફક ગુણવત્તાયુક્ત દારૂનું વેચાણ કરવું જોઈએ
મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રીએ આજે પાટણમાં અર્બુદા સેનાની બેઠક દરમિયાન લઠ્ઠાકાંડ અને દારૂબંધીને લઈ બફાટ કર્યો હતો. સહકારી સંસ્થાઓ ગુણવત્તા યુક્ત દૂધ વેચી રહી છે ત્યારે તેને ગુણવત્તા યુક્ત દારૂનું વેચાણ કરવા માટે એજન્સીઓ આપી દેવાની વિપુલ ચૌધરીએ વણમાગી સલાહ આપી હતી. સાથે દારૂબંધીના કાયદાને લઈ પણ સવાલ ઉઠાવ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર
5) મિથુન ચક્રવર્તીએ કહ્યું, તમારે બ્રેકિંગ ન્યૂઝ જોઈએ છે,38 TMC નેતાઓ સાથે સારા સંબંધો, 21 મારા સંપર્કમાં
ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ બુધવારે આપેલા નિવેદનથી બંગાળના રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે. કોલકાતામાં મિથુને મીડિયાને પૂછ્યું હતું કે, શું તમારે બ્રેકિંગ ન્યૂઝ જોઈએ છે? ત્યારપછી તેમણે કહ્યું કે, અત્યારની વાત કરીએ તો 38 તૃણમૂલ ધારાસભ્યો સાથે ઘણા સારા સંબંધો છે. તેમાંથી 21 ધારાસભ્યો સીધા સંપર્કમાં છે.

વાંચો સમાચાર વિગતવાર
6) EDએ સોનિયાની પૂછપરછ કરી, દેખાવો કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓને સુરક્ષાદળોએ ઉઠાવીને બસમાં ભર્યા, ઘણા સાંસદોની અટકાયત
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ છેલ્લા અઢી કલાકથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કરી રહ્યું છે. બીજી તરફ સોનિયાની પૂછપરછની વિરુદ્ધ કોંગ્રેસ સંસદથી લઈને રોડ સુધી દેખાવો કરી રહી છે. સંસદ ભવનની બહાર દેખાવો કરી રહેલા કોંગ્રેસના ઘણા સાંસદોની પોલીસે અટકાયત કરી છે.

વાંચો સમાચાર વિગતવાર
7) કર્ણાટકમાં BJP નેતાની કુલ્હાડીથી કાપીને હત્યા, 10 આરોપીની ધરપકડ, પ્રવીણે ઉદયપુરના કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં પોસ્ટ કરી હતી
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મંગળવારે ભાજપના યુવા નેતા પ્રવીણ નેટ્ટારુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નેટ્ટારુ ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ હતા. પોલીસે કેસ નોંધ્યો છે. જો કે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સુરત કોર્પોરેશનની સામાન્ય સભામાં બુટલેગર શબ્દને લઈને ધમાસણ, BJP અને AAPના કોર્પોરેટર વચ્ચે મારામારી.
2) ભારે વરસાદથી રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાયો, 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન.
3) ગુજરાતે જાહેર કરી દેશની પહેલી સેમિકન્ડક્ટર પોલિસી, ધોલેરા SIRમાં સેમિકોન સિટીના પ્રોજેક્ટને 75 ટકા સબસિડી મળશે.
4) અમૂલ પ્લાન્ટ માટે રાજકોટના ગઢકામાં સરકારે 100 એકર જમીન ફાળવી, 25 લાખ લિટર દૂધમાંથી પાઉડર તૈયાર કરાશે.
5) સરકારે ટ્વિટરને દોઢ વર્ષમાં 4 હજારથી વધારે પોસ્ટ ડિલીટ કરવા આદેશ આપ્યો.
6) BSNLના રિવાઈવલ માટે રૂપિયા 1,64,156 કરોડના પેકેજને મંજૂરી આપી.

આજનો ઈતિહાસ
વર્ષ 1914માં આજના દિવસથી પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ હતી.

આજનો સુવિચાર
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે: ધૂમકેતુ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...