ટ્રાફિક પોલીસની ડ્રાઈવ:અમદાવાદમાં કાર પર બ્લેક ફિલ્મ-સાઈલેન્સર મોડિફિકેશન પર તવાઈ, 1789ને રૂ.9.64 લાખનો દંડ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક પોલીસની ફાઈલ તસવીર - Divya Bhaskar
ટ્રાફિક પોલીસની ફાઈલ તસવીર
  • સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં 461 કાર ચાલક અને 91 ટુ-વ્હીલર સામે કેસ નોંધાયા

ટ્રાફિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ બ્લેક ફિલ્મ લગાવનાર અને મોડીફાઇડ સાયલન્સર ધરાવનાર ઝુંબેશમાં 1780 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. એક સપ્તાહમાં શરૂ કરેલ ટ્રાફિક ડ્રાઇવમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં કેસ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઝોન-5 વિસ્તારમાં એક પણ કેસ ન થતા પોલીસ કમિશનર આ અંગે ખુલાસો પણ માંગી શકે છે.

બ્લેક ફિલ્મ લગાવનારા 1617 કાર ચાલકો દંડાયા
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 6થી 12મી મે સુધી યોજવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અધધ રૂપિયાનો દંડ પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો છે. કારમાં બ્લેક ફિલ્મ અને ટુ-વ્હીલરમાં સાયલેન્સર મોડીફાય કરનારા ચાલકો સામે પોલીસે કાર્યવાહીની ઝૂંબેશ યોજી હતી. જેમાં 7 દિવસની ડ્રાઈવ દરમિયાન કારમાં કાચ પર બ્લેક ફિલ્મ લગાવી વાહન ચલાવવા મામલે 1617 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કારચાલકોને 8.30 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ ટુ-વ્હીલરમાં સાયલેન્સર મોડીફાય કરીને ધ્વની પ્રદુષણ ફેલાવતા 163 વાહનચાલકોની સામે કેસ કરી 1.34 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

ઝોન-5માં એકપણ કેસ ના નોંધાયો
​​​​​​​
કારમાં બ્લેક ફિલ્મ રાખવાનાં સૌથી વધુ 461 કેસ અને સાયલેન્સર મોડીફાયનાં સૌથી વધુ 91 કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. ત્યારે આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક ડ્રાઇવની આ સમગ્ર ઝુંબેશમાં 1780 વાહન ચાલકો પાસેથી 9.64 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં શહેરના પૂર્વ વિસ્તારમાં નહીવત કેસ કરવામાં આવ્યા છે. નવાઈની વાત છે કે ઝોન-5 વિસ્તારમાં આવેલા અમરાઈવાડી, રામોલ, ખોખરા, ઓઢવ, ગોમતીપુર, નિકોલ અને બાપુનગર વિસ્તારમાં એક પણ કેસ કરવામાં આવ્યા નથી. જેથી પોલીસ કમિશનર આ અંગે ખુલાસો માંગે તેવી શકયતા છે.

રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચાલુ રહેશે
​​​​​​​
એક પણ કેસ ન થવા અંગે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. એક સપ્તાહની ટ્રાફિક ડ્રાઇવ પૂર્ણ થઈ છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રા લઈ ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ લગાવનાર સામે કાર્યવાહી હજી ચાલુ રાખવામાં આવશે. કારણકે વાહનમાં બ્લેક ફિલ્મ હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલવતી હોવાની શંકાના આધારે ટ્રાફિક ઝુંબેશ શરૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...