શહેરમાં બનતા વાહન અકસ્માતોના બનાવોમાં રોન્ગસાઈડ વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માત થાય છે. તથા કેટલાક અકસ્માત થયા બાદ HSRP નંબર પ્લેટ ના હોવાથી અકસ્માત કરનારની ભાળ મળતી નથી અને ગુનો અનડીટેકટ રહે છે. જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસ રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા HSRP નંબર પ્લેટ વિનાના વાહનો ચાલકો કેસ કરીને દંડ વસુલશે. 5 જૂનથી 11 જૂન સુધી સમગ્ર શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર ચાલકો તથા HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન પોલોસ દ્વારા વધુમાં વધુ કેસ કરવામાં આવશે.
એચએસઆરપી વગર ફરતા વાહનો પાસેથી રૂ.1000, રોંગ સાઈડમાં ચલાવનાર પાસેથી રુ.1500, કાર ચાલક પાસેથી રુ.3000 તેમજ ટ્રક-બસ જેવાં મોટા વાહનો પાસેથી રૂ.5000 દંડ વસૂલ કરાશે. શહેરમાં બનતા ગંભીર અકસ્માત અને અકસ્માતમાં થતા મૃત્યુમાં મોટા ભાગના બનાવોમાં બેમાંથી એક વાહનચાલક રોંગ સાઈડમાં આવ્યો હોવાથી અકસ્માત થયો હોવાનું પૂરવાર થયું હતું.
મોટા ભાગની ઘટનાઓમાં કસૂરવાર વાહન ચાલકે એચએસઆરપી લગાવી નહીં હોવાથી તેનો રોકોર્ડ પણ પોલીસ કે આરટીઓ પાસે હોતો નથી. જેના કારણે અકસ્માત કરનારા વાહન ચાલકો બિન્દાસ ફરી રહ્યા છે. જો કે અકસ્માતો ઘટાડવા માટે તેમજ એચએસઆરપી વગર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 5 જૂનથી 11 જૂન, એક અઠવાડિયાની ખાસ ડ્રાઈવ યોજી છે.
ડ્રાઇવની કામગીરીનું રિપોર્ટિંગ કરવું પડશે
દરેક પોલીસ સ્ટેશને કરેલી ડ્રાઈવની કામગીરી રોજ રાતે ઉપરી અધિકારીઓને મોકલી આપવા ટ્રાફિક પોલીસને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઉપરી અધિકારીઓ 100 કરતાં પણ વધારે પોઈન્ટ પર તહેનાત કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.