એડવાન્સ રુલિંગ ઓથોરિટીની સ્પષ્ટતા:સ્કીમમાં આપેલી ફ્રી વસ્તુઓ પર વેપારીઓને આઈટીસી નહિ મળે; ચુકાદાને કારણે વેપારીઓએ ફ્રી સ્કીમ બંધ કરવાનો વારો આવી શકે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તહેવારોમાં વેપારીઓ વેચાણ વધારવા નવી નવી સ્કીમ લાવતા હોય છે. ગ્રાહકોને આકર્ષવા એક ઉપર એક ફ્રીની સ્કીમ પ્રચલિત છે. એક સાથે એક ફ્રીની વસ્તુઓ ઉપર વેપારીઓને જીએસટીની આઇટીસી નહીં મળે. એડવાન્સ રુલિંગ ઓથોરિટીએે તાજેતરમાં આ બાબતે ખુલ્લાસો કરતા જણાવ્યું કે, વેપારી જો ફ્રીમાં કોઇ વસ્તુ આપે તો તેના પર ઇનપુટ ટેકસ ક્રેડિટ ના લઇ શકે. આ ચુકાદાના કારણે ગ્રાહકોને એક સાથે એક ફ્રીમાં મળતી વસ્તુઓ હવે નહીં મળે.

જો કોઇ કરદાતા વેપારી દિવાળીમાં વેચાણ કરતી વખતે સાથે કોઇ વસ્તુ ફ્રીમાં આપે તો તેની ક્રેડિટ મળે કે નહીં તેવી સ્પષ્ટતા એડવાન્સ રુલિંગ ઓથોરિટી પાસે માંગી હતી. કરદાતા દ્વારા એડવાન્સ રુલિંગ ઓથોરિટીમાં ગિફ્ટ તરીકે આપવામાં આવેલી વસ્તુઓ ઉપર ક્રેડિટ મળે કે નહીં તેવી સ્પષ્ટતા માંગી હતી. જે અંગે એડવાન્સ રુલિંગ ઓથોરિટી દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યારે કોઇ વસ્તુની સાથે ફ્રીમાં ગિફટ આપવામાં આવે ત્યારે તેને કરમુક્ત માનવામાં આવે છે. જેથી તેના પર લીધેલી આઇટીસી પરત કરવાની રહેશે.

આમ એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ સ્પષ્ટતા કરતા તમામ બજારોમાં વેપારીઓ દ્વારા ચલાવાતી જુદી જુદી પ્રમોશનલ સ્કીમો માટે કરવામાં આવતા ખર્ચની ક્રેડિટ નહીં મળતા વેપારીઓને વેચાણમાં મોટો ફટકો પડશે. વેચાણ માટે નવી સ્કીમ શોધવી પડશે. સામાન્ય રીતે આઇસ્ક્રીમ વેચાણ સાથે કોઇ વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...