કેજરીવાલ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે:અમદાવાદમાં વેપારીઓ, વકીલો, રિક્ષાચાલકો અને સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે

અમદાવાદ18 દિવસ પહેલા
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ 12 અને 13 સપ્ટેમ્બર એમ બે દિવસ અમદાવાદ આવશે. આજે સાંજે તેઓ અમદાવાદ આવશે અને રાત્રિ રોકાણ કરશે.

અરવિંદ કેજરીવાલ સોમવારે વકીલો, વેપારીઓ, રિક્ષાચાલકો અને સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરશે. મંગળવારે ગુજરાતને વધુ એક ગેરંટી આપશે. સોમવારે સવારે વૈષ્ણૈદેવી સર્કલ ખાતે શક્તિ કેન્દ્રમાં રિક્ષાચાલકો સાથે સંવાદ કરશે ત્યારબાદ સિંધુભવન રોડ પર હોટલ ગ્વાલિયા ખાતે વેપારીઓ સાથે અને બપોરે વસ્ત્રાપુર હયાત હોટલમાં વકીલો સાથે સંવાદ કરશે.

સૌથી પહેલા તેઓ સોમવારે વેપારીઓ, વકીલો અને રિક્ષાચાલકો તેમજ સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળશે. મંગળવારે તેઓ સવારે ગુજરાતની જનતાને ગેરંટી આપશે અને સાંજે સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરશે ત્યારબાદ મોડી સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.

મનીષ સિસોદિયા ગુજરાતમાં યાત્રા કાઢશે અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત પહેલાં ગુજરાતમાં યાત્રા યોજવાની જાહેરાત કરી હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની ગુજરાતમાં યાત્રા મુદ્દે કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે કે સિસોદિયા ટૂંક સમયમાં ગુજરાત પ્રવાસે આવશે અને રાજ્યમાં યાત્રા કાઢશે. આ દરમિયાન પરિવર્તનનો મુદ્દો વધુ ચર્ચિત રહી શકે છે. આની પાછળ અરવિંદ કેજરીવાલ રાજ્યમાં પરિવર્તન લાવશે એના ઉદ્દેશ્યથી યાત્રા કાઢવામાં આવશે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું પ્રવાસ પહેલાં જ સ્વાગત કર્યું અને રાજ્યના લોકોને અપીલ કરી કે, તેઓ આગામી વિધાનસભામાં કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીને વોટ આપીને પરિવર્તન લાવે.

અન્ય સમાચારો પણ છે...