તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના વિરોધમાં બંધ:​​​​​​​સરદારનગરમાં વેપારીઓ પાસેથી હપ્તા લઈ જાય, માસ્ક, ગાડી ડિટેઇનના નામે હેરાનગતિ થતો હોવાનો વેપારીઓનો આક્ષેપ સાથે રોષ

અમદાવાદ4 મહિનો પહેલા
કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો
  • સિંધિ સમાજના વેપારી અગ્રણીઓ, ધારાસભ્ય બલરામ થાવાણી તેમજ પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક
  • બેઠકમાં પોલીસે કાર્યવાહી માટે 7 દિવસનો સમય માગ્યો
  • જોકે વેપારીઓ સમગ્ર બેઠકના નિર્ણયથી નાખુશ, વેપારીઓ સાથે ચર્ચા બાદ દુકાનો ખોલવા મામલે નિર્ણય

શહેરના કુબેરનગર ITI ટર્નીગ, સરદારનગર અને નરોડા પાટિયા રોડ પર પોલીસની ખોટી રીતે હેરાનગતિ મામલે આજે નરોડા પાટિયાથી કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. આશરે 200 જેટલી દુકાનના વેપારીઓએ બંધ પાળ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસકર્મીઓ ખોટી રીતે અમને હેરાન કરે છે. 50- 100 રૂપિયાના હપ્તાઓ લઈ જાય છે અને ગાડી ડિટેઇન કરવાની ધમકીઓ આપે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નજર અંદાજ કરવામાં આવે છે અને રોકવાની જગ્યાએ પ્રજાને હેરાન કરવામાં આવે છે. સરદારનગરમાં દારૂના વેચાણની પ્રવૃત્તિઓ બંધ કરવાની પણ માગ કરી હતી.

પોલીસકર્મીઓનો સસ્પેન્ડ કરવા માંગ
સિંધિ સમાજના વેપારી અગ્રણીઓ, સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી, સેકટર 2 જેસીપી ગૌતમ પરમાર, ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા વચ્ચે સવારે એક કલાક બેઠક થઈ હતી. બેઠકમાં વેપારીઓની માગ કરી હતી કે જે યુવકને માર માર્યો હતો તે પોલીસકર્મીઓનો સસ્પેન્ડ કરવામાં આવે, વેપારીઓને જે રીતે હેરાન કરવામાં આવે તે બંધ કરવામાં આવે. આ માગ પુરી કરવા માટે પોલીસ અધિકારીઓએ 10 તારીખ સુધીનો સમય માગ્યો છે. પોલીસકર્મીઓના આ જવાબથી વેપારીઓ સંતુષ્ટ છે. જો કે બંધ દુકાનો ખોલવા મામલે તમામ વેપારીઓ સાથે અગ્રણીઓ ચર્ચા કરશે. પછી જ દુકાનો ખોલવા મામલે નિર્ણય લેશે.

ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હોબાળો
ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હોબાળો

ઉચ્ચ પોલીસ અધિકારીઓના ઈશારે હપ્તા ઉઘરાવતા
સ્થાનિક વેપારી પ્રકાશ પુરુષવાણીએ Divyabhakar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરદારનગર, આંબાવાડી, કુબેરનગર વિસ્તારમાં પોલીસે ઠેર ઠેર પોઈન્ટ ઉભા કર્યા છે જે શેના માટે ઉભા કરવામાં આવ્યા છે ? ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ છે. પોલીસકર્મીઓ રોજ હપ્તા લઈ જાય છે. માસ્કના નામે દંડ કરવામાં આવે છે. અન્ય વેપારી વિનોદભાઈએ જણાવ્યું હતું કે પોલીસને તેમનું જે કામ કરવું જોઈએ તે નથી કરતી. ગુનેગારોને પકડવા , ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવી જોઈએ તે નથી કરતી નજર અંદાજ કરે છે. પોલીસ ખોટી રીતે હેરાન કરે છે તે બંધ કરે તે જરૂરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના ઈશારે પ્રકાશસિંહ નામનો પોલીસકર્મી હપ્તા લેવામાં આવતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે.

સ્થાનિકો અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે થયેલી ચર્ચાથી સંતુષ્ટ નથી
સ્થાનિકો અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે થયેલી ચર્ચાથી સંતુષ્ટ નથી

પોલીસકર્મીઓ સસ્પેન્ડ નહિ કરવામાં આવે ત્યાં સુધી બંધ રહેશે
​​​​​​​નિકોલ વોર્ડના કાઉન્સિલર નિકુલસિંહ તોમર પણ સરદારનગર પોહચ્યા હતા. તેઓએ વેપારીઓના સપોર્ટમાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે હજી પણ મોટાભાગના વેપારીઓ મીટીંગથી સંતુષ્ટ નથી. વેપારીઓની માગ છે. તાત્કાલિક કાર્યવાહિ કરવામાં પોલીસને વાંધો શું છે ? તાત્કાલિક જવાબદાર પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. પોલીસકર્મીઓ સસ્પેન્ડ નહિ કરવામાં આવે ત્યાં સુધી બંધ રહેશે. બંધ પાળવા માટે અમદાવાદ ના 5000 વેપારીઓ એકત્ર થયા. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હોવા છતાં કોઈ નિરાકરણ નહિ. આપણે માસ્ક ના પહેરીએ તો 1000 રૂપિયા ઉઘરાવે છે.અમે આંદોલન કરીશું.

ચાર પોલીસકર્મીઓએ એક યુવકને રોકી લાયસન્સ માગી ખોટી રીતે હેરાન કર્યો હતો
ચાર પોલીસકર્મીઓએ એક યુવકને રોકી લાયસન્સ માગી ખોટી રીતે હેરાન કર્યો હતો

પોલીસ હેરાન કરશે તો અમદાવાદ બંધ થશે
​​​​​​​
ત્રણ દિવસ પહેલા પોલીસના મારનો ભોગ બન્યો હોવાનો આક્ષેપ કરનાર વેપારી શૈલેષભાઈએ જણાવ્યું હતું કે અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે થયેલી ચર્ચાથી સંતુષ્ટ નથી. મારી ફરિયાદ લેવાની જગ્યાએ માત્ર કાચી ફરિયાદ લીધી છે. ત્રણ દિવસ બાદ પણ ફરિયાદ નથી લીધી અને હવે 7 દિવસનો સમય માગ્યો છે. આજે લોકો અમારી સાથે છે. ત્રણ દિવસ પહેલા કુબેરનગર ITI પાસે ચાર પોલીસકર્મીઓએ એક યુવકને રોકી લાયસન્સ માગી ખોટી રીતે હેરાન કર્યો હતો અને માર માર્યો હતો. જે ઘટનામાં પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો વેપારીઓએ આક્ષેપ કરી અને આજે વિરોધ કર્યો છે. જો પોલીસની હેરાનગતિ બંધ નહિ થાય તો અમદાવાદ બંધનું પણ એલાન કરવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે.